
મોરબી જિલ્લામાં શૉભેશ્રવર જૈન મંદિરના પવિત્ર પરિસરમાં જય હિન્દ ભારતીય નારી એકતા સંઠગન દ્વારા એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં મોરબી જિલ્લા તેમજ મોરબી તાલુકાની મોટી સંખ્યામાં મહિલાઓ ઉત્સાહભેર જોડાઈ હતી.
આ ખાસ અવસરે સંઠગનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી હરપ્રીત કૌર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓનું માર્ગદર્શન કર્યું હતું. સંઠગનના ઉદ્દેશો અને ભાવિ કાર્યક્રમો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
સંઠગન દ્વારા ‘નારી તું નારાયણી’ના સૂત્રને સાર્થક કરતી કામગીરી કરવામાં આવી રહી છે, જેનો મુખ્ય હેતુ મહિલા સશક્તિકરણ અને મહિલાઓને સમાજમાં યોગ્ય સ્થાન અપાવવાનો છે. મિટિંગમાં ઉપસ્થિત તમામ બહેનોએ સંઠગનની પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવાનો સંકલ્પ કર્યો હતો.
કાર્યક્રમના અંતે, ‘નારી શક્તિ ઝિંદાબાદ’ના ગગનભેદી નારા સાથે મહિલાઓએ તેમના ઉત્સાહ અને એકતાનું પ્રદર્શન કર્યું હતું. આ મિટિંગ મોરબી જિલ્લામાં નારી સશક્તિકરણની દિશામાં એક નવું પગલું સાબિત થઈ.