સમગ્ર ગુજરાતમાં ૫૦૦થી વધુ સેવાકેન્દ્રો દ્વારા તારીખ: ૨૩ નવેમ્બરે શાંતિયાત્રાનું ભવ્ય આયોજન.*
સમગ્ર ગુજરાતમાં એક જ દિવસે, એક જ સમયે મૌનના મંત્ર સાથે બ્રહ્માકુમારીઝના શ્વેત વસ્ત્રધારી રાજ્યોગી ભાઈ-બહેનો, શાંતિદૂત બની શાંતિયાત્રામાં શાંતિના પ્રકંપનો ફેલાવશે.*
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય ગુજરાત ઝોન તેની ઈશ્વરીય સેવાના ૬૦ વર્ષની પૂર્ણતા પર વર્ષ ૨૦૨૫ને ડાયમંડ જયુબિલી વર્ષ તરીકે ઉજવી રહેલ છે. જે અંતર્ગત “બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ” પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના ૫૦૦ થી વધુ સેવાકેન્દ્રો દ્વારા શાંતિમય સંસારના નિર્માણના લક્ષ સાથે તારીખ : ૨૩ નવેમ્બર, ૨૦૨૫ રવિવારે શાંતિયાત્રાનું વિશેષ આયોજન કરેલ છે.
શાંતિ આત્માનો સ્વધર્મ છે, શાંતિ આપણી શ્રેષ્ઠ સંસ્કૃતિ છે. શાંતિ આત્માનો મૂળ ગુણ છે તે શુભસંદેશ સાથે આ શાંતિયાત્રામાં બ્રહ્માકુમારીઝના શ્વેત વસ્ત્રધારી સેંકડો રાજયોગી ભાઈ-બહેનો એક જ દિવસે, એક જ સમયે, એક સાથે મૌનના મંત્ર સાથે શાંતિદૂત બની શાંતિના પ્રકંપનો ફેલાવશે.
આ શાંતિયાત્રા સર્વ માનવબંધુ માટે શાંતિનું પ્રેરક સ્ત્રોત બની રહે, દરેકને શાંતિનું આકર્ષણ થાય, વ્યક્તિ સ્વયં શાંતચિત બની, શાંતમૂર્ત રહીને પોતાનું અને પરિવારનું જીવન શાંતિમય બનાવવા માટે પ્રયત્ન કરે, સાથે વિશ્વમાં શાંતિ ફેલાવવા નિમિત બને, તેવો આ શાંતિયાત્રાનો મુખ્ય ઉદેશ્ય છે.
આપ સૌ પણ આપના શહેર, નગર અને ગામમાં આયોજિત આ શાંતિયાત્રાનું સ્વાગત કરી, વિશ્વને શાંતિનું દાન આપી ઈશ્વરીય સેવામાં સહયોગી બનશો.
બ્રહ્માકુમારીઝ, ગુજરાત દ્વારા ડાયમંડ જયુબિલી વર્ષ અંતર્ગત યુ.એન.દિવસ – તારીખ ૨૪ ઓક્ટોબરના રોજ પ્રારંભ થયેલ “બિલિયન મિનિટ ઓફ પીસ અપીલ”નો અભિનવ પ્રોજેક્ટ- “વર્લ્ડ મેડિટેશન ડે” તારીખ ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ચાલશે.
આપ સૌ ભાઈ બહેનો શાંતિદાન માટે સંકલ્પ લઈ તમારી પ્રાર્થના / મેડિટેશનની મિનિટ આપના નજીકના બ્રહ્માકુમારીઝના સેવાકેન્દ્ર પર નોંધાવીને આ ઉમદા કાર્યમાં જરૂર સહયોગી બનશો.
રિપોર્ટ આશિષ નાયી અરવલ્લી

