આર્મ્સ એક્ટ હેઠળ બે આરોપીઓની ધરપકડ કરી.
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમસેટ્ટી સાહેબની સૂચનાના ભાગરૂપે, દિલ્હી કાર બ્લાસ્ટ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ચિલોડા પોલીસે નેશનલ હાઇવે-૪૮ પર ચંદ્રાલા આગમન હોટલ સામે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું.
નોંધનીય છે કે, ચંદ્રાલા નાકા પોઈન્ટ ઉપર પોલીસ અધિકારીઓ રાત-દિવસ ખડે પગે ઊભા રહીને વાહન ચેકિંગની ફરજ બજાવી રહ્યા છે, જેના પરિણામે આ સફળતા મળી છે.
મુખ્ય ઘટના:
શ્રી મારૂતી ટ્રાવેલ્સની બસ નં. AR-11-H-5100 માં તપાસ કરતા, બે મુસાફરોના સામાનમાંથી લાયસન્સ પરવાના વગરની પિસ્ટલ (નંગ-૦૧), હાથ બનાવટનો દેશી તમંચો (નંગ-૦૧), ખાલી મેગઝીન (નંગ-૧) અને જીવતા કારતુસ (નંગ-૧૩) મળી આવ્યા.
* પોલીસે કુલ ₹૫૪,૯૭૦/- ની કિંમતનો મુદ્દામાલ (હથિયારો, મોબાઈલ અને રોકડા રૂ. ૩૧૭૦/- સહિત) જપ્ત કર્યો છે.

ઝડપાયેલા આરોપીઓ:
* રીયાઝ ઉર્ફે મોહસીન સ/ઓ શાહબુદ્દીન ચાંદભાઇ શેખ (ઉ.વ.૩૨, રહે. દાણીલીમડા, અમદાવાદ)
* સોહીલ ઉર્ફે કુબડા સ/ઓ સલીમભાઇ શેખ (ઉ.વ ૨૩, રહે. દાણીલીમડા, અમદાવાદ)
બંને આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને જી.પી.એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રસંશનીય કામગીરી કરનાર પોલીસ ટીમ:
આ સફળ કામગીરીમાં નીચે મુજબના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા હતા:
* શ્રી એસ.જે.ચૌહાણ, પોલીસ ઈન્સ્પેક્ટર
* શ્રી જી.એમ. રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેકટર
* શ્રી એસ.વી.મુંધવા, પોલીસ સબ ઇન્સ્પેકટર
* અ.હે.કો. વિષ્ણુભાઇ ગફુલભાઇ
* આ.એ.એસ.આઇ. રાકેશકુમાર બળદેવભાઇ
* આ.પો.કો. સંજયકુમાર ભીખાભાઇ
* અ.પો.કો. નરેશકુમાર કાવજીભાઇ
* આ.પો.કો. વિપુલકુમાર હાથીભાઇ
* અ.હે.કો. અવિનાશકુમાર બાબુભાઇ

