અમદાવાદ શહેરમાં વધતી વાહન ચોરીની ઘટનાઓને અંકુશમાં લેવા અને અણડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા સઘન એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઝોન-૭ ની ટીમ સતત પેટ્રોલિંગ અને વોચમાં હતી.

દરમિયાન, LCB ઝોન-૭ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.ડી. વાઘેલા તથા તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ એક્ટિવા સાથે કરણ અશોકભાઇ નાયક (ઉ.વ. ૧૯, રહે. દાણીલીમડા, અમદાવાદ) નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી પાસેથી રૂ. 40,000 ની કિંમતનું હોન્ડા એક્ટિવા (નં. GJ-01-NL-0130) કબજે કરી વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાયદેસરની સરાહનીય કાર્યવાહી કરવામાં આવી છે.
અહેવાલ ચિંતન શાહ ગાંધીનગર

