અરવલ્લી: સાઠંબા તાલુકાના ઇન્દ્રાણ ગામે આવેલી ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા બનાસકાંઠાના ભીલડી ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવવાના કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની અધ્યક્ષતા રણધીરસિંહજી ચૂડઘરે કરી હતી. આ પ્રસંગે ભાજપના આગેવાનો, કાર્યકરો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં છત્રસિંહજી, ભવાનસિંહ, બળદેવસિંહ, મદદનીશ ટી.ડી. સાહેબ, ઇન્દ્રાણ-1ના ડેલિગેટ વર્ષાબેન અમિતસિંહ, ઇન્દ્રાણ-2ના ડેલિગેટ રેણુકાબેન રોહિતસિંહ, તાલુકા સંગઠન મંત્રી રણજિતસિંહજી, બક્ષીપંચ મોરચાના મહામંત્રી સુધનસિંહજી, મંત્રી આશિષભાઈ, ગામના સરપંચ વનરાજસિંહ અને તાલુકા ડેલિગેટ નટુસિંહજી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે અધ્યક્ષ રણધીરસિંહજીએ ઉપસ્થિત ખેડૂતોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોના વિકાસ માટે અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી.
ત્યારબાદ વર્ચ્યુઅલ કાર્યક્રમનું પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. આ દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીએ પણ સંબોધન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના સંબોધનમાં ગુજરાતના ખેડૂતો માટેની વિવિધ યોજનાઓ અને ભવિષ્યની યોજનાઓ અંગે માહિતી આપી હતી.
રિપોર્ટર: આશિષ નાયી બ્લુ ક્રાઈમ ન્યૂઝ – બ્યુરો ચીફ, અરવલ્લી

