લીંબડી તાલુકાના ભોયકા ગામની સીમમાં હાઈવે પરથી પસાર થતાં વાહન ચાલકોને લૂંટવાનું આયોજન કરતી ડફેર ની ધાડપાડું ગેંગ ઝડપાઈ ગઈ છે. લૂંટારુ ટોળકી પછીથી બંધુકો છરીઓ જેવી પ્રાણધાતક હથિયારો બાઈક મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજો કરવામાં આવ્યો છે ડફેર ટોળકીઓ લીંબડી.ધંધુકા.ધોલેરા આણંદ.વડોદરા.વટવા.વાંકાનેર જુનાગઢ હાઈવે ઉપર અનેક લૂંટની અંજામ આપ્યો હતો
રેસ્ટ અને નેશનલ હાઈવે પર વાહન ચાલકોને મારામારી લૂંટી લેનાર ટોળકીનો મુખ્ય સૂત્રધાર લીંબડી તાલુકાના ભોજપરા ગામે રહેતો મૂળ ધંધુકા તાલુકાના બાજરડા ગામનો હાજી દાઉદ આમદ મોરી ડફેર તેનો પુત્ર ફારૂક ઉર્ફે ભુરીયો હજી દાઉદ મોરી તેમના સાગરિત શકુર હુસેન મોરી અને યાકુબ દુબીબ મોરી ભોયકા ગામની સીમમાં હાઈવે ઉપર પસાર થતાં વાહન ચાલકોને લૂંટવાનું ષડયંત્ર રચી રહ્યા હોવાની એલસીબી ટીમને મળી હતી
એલસીબી પી.આઈ વિ.વિ. ત્રિવેદી. પીએસઆઈ સહિત એલસીબી સ્ટાફ બે ટીમો બનાવી લૂંટનું ષડયંત્ર રચનાર સરગના હાજી દાઉદ મોરી ડફેર તેનો પુત્ર ફારુક ઉર્ફે ભુરીયો હાજી મોરી. મહંમદ હાજી મોરી. સલીમ હાજી મોરી તેનો સાગરીત શકુર મોરી અને આકુબ મોરી ને 2 હાથ બનાવટી મઝલ લોડ બંધુકો.4 છરીઓ. દારૂગોળા જેવા પ્રાણધાતક હથિયારો સાથે 2 બાઈક. મોબાઈલ સહિત 85,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હજી દાઉદ ડફેર પુત્રો સાથે મળી 20 વર્ષથી લૂંટ કરતો હતો એલસીબી ની ટીમ જે આરોપી પકડ્યો છે તેમાં મુખ્ય સૂત્રધાર હાજી દાઉદ ડફેર છે. તે પોતાના પુત્રો સાથે મળીને લૂંટના ગુનાને અંજામ આપતો હતો. તે છેલ્લા 20 વર્ષથી ગુનાઓ કરતો આવ્યો છે. અને રાજ્યના અનેક હાઈવે પર પસાર થતા વાહનો ને નિશાન બનાવી ચૂક્યો છે. સ્ત્રીના વેશમાં. પાર્ક કરેલા વાહનો ના ચાલકોને નિશાન બનાવતા આ ગેંગ બે રીતે વાહન ચાલકો ને લુટતો હતો જેમાં એક તો હાઈવે ઉપર સ્ત્રીના કપડા પહેરીને લીફ્ટ માંગતા હતા. વાહન ચાલકો જો વાન ઉભું રાખે તો તેને મારીને લૂંટી લેતા હતા. બીજો એવો કીમીયો અપનાવતા હતા કે હાઈવે ઉપર કોઈ ટ્રક કે અન્ય વાહન પાર્ક કરીને સુતા હોય તેમને હથિયાર બતાવીને લૂંટી લેતા હતા
અહેવાલઃ મહેશ મકવાણા ધોળકા