*જિલ્લા ટ્રાફિક પોલીસ ઘોર નિંદ્રામાં, કોઈનું અકસ્માત થશે તો જવાબદાર કોણ..?*
➡️દિવાળી નજીક આવી રહી છે અને એક બાજુ આડેધડ અકસ્માત થઇ રહ્યા છે મીડિયાના માધ્યમથી રોજેરોજ જાણવા મળતું હોય છે ત્યારે ધનસુરા તાલુકામાં થઈને નીકળતી પ્રાઇવેટ ગાડીઓ, ઇકો, વગેરે અવર લોડિંગ પેસેન્જર ભરીને નીકરતા જોવા મળી રહ્યા છે ત્યારે જિલ્લા પોલીસ ટ્રાફિક તંત્ર ઘોરનિદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે, જો અવરલોડિંગ ભરેલ પેસેન્જર ગાડીને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, પોલીસ તંત્ર સામાન્ય જનતાને હેરાન કરતી હોય છે ત્યારે આ અવરલોડ ગાડીઓ તેમના નજરમાં કેમ નથી આવતી, કે પસી હપ્તાથી તો વહીવટ ચાલતો નથી ને, ગાડીઓમાં માણસોને અંદર અને ગાડીઓની છત પર જેમ ઘેટાં-બકરાં ભર્યા હોય તેમ ગાડીઓ મોતની સવારી લઈને બેફામ દોડી રહ્યા છે, તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે, જિલ્લા ટ્રાફિક પોલીસ ઉપર પણ પ્રશ્નો ઉભા થયા છે, હવે જોવાનું એ રહ્યું કે જિલ્લા ટ્રાફિક પોલીસ તંત્ર આગળની કાર્યવાહી કરશે કે નહીં.
અહેવાલ : મેહુલસિંહ પરમાર(ધનસુરા-અરવલ્લી)