શ્રી પ્રગતિ યુવક મંડળ પારસા સંચાલિત કે. આર. પટેલ એન્ડ એમ. એમ. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ પારસા, તા:- માણસા, જિ:- ગાંધીનગર ખાતે શાળાના આચાર્ય શ્રી પ્રવિણભાઈ એસ. પટેલની આગેવાની હેઠળ “માતૃવંદના કાર્યક્રમ” યોજવામાં આવ્યો. જેમાં ગોઝારીયા ત્રિશા હોસ્પિટલથી ગાયનેકોલોજીસ્ટ ડૉ. કૃણાલભાઈ રાવલ, ગાંધીનગર સેક્ટર-22 આયુર્વેદિક હોસ્પિટલમાંથી પંચકર્મ ફીજીશિયન ડૉ. સંગીતાબેન જોષી, મંડળના તમામ હોદ્દેદારશ્રીઓ, શાળાના તમામ વિદ્યાર્થીઓની માતાઓ, વિદ્યાર્થીનીઓ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત નિષ્ણાતો દ્વારા માતાઓ અને વિદ્યાર્થીનીઓને સ્ત્રી રોગો, સ્વચ્છતા તેમજ પૌષ્ટિક આહાર વિશે વિસ્તૃત સમજ આપી તેમની ગેરમાન્યતાઓને દુર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ઉપસ્થિત તમામ માતૃશ્રીઓને સંભારણા રૂપે દાતાશ્રી યોગેશભાઈ પી. પટેલ તરફથી ભેટ આપવામાં આવી. કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્યશ્રીએ પ્રસંગોચિત ઉદ્દબોધન આપી સર્વે મહેમાનશ્રીઓનો આભાર માન્યો.
અહેવાલદ દિપક વ્યાસ