અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી પ્રશસ્તિ પરીકના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ ઝુંબેશને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સતત પ્રયત્નશીલ છે. અરવલ્લી જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં સઘન ઝુંબેશ દ્વારા લોક જાગૃતિના પ્રયાસો થઇ રહ્યા છે
આ કાર્યક્રમ હેઠળ બાયડના ડેમઈ ખાતે મતદાન જાગૃતિ વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિધાર્થીઓ દ્વારા મતદાન અચૂક કરવું, આપણો મત આપણો અધિકાર જેવા સુત્રોના બેનર સાથે રેલીનું આયોજન કર્યું હતું આ ઉપરાંત મતદાન શપથ લેવામાં આવ્યા હતા. શાળામાં બાળકો દ્વારા બેલેટ યુનિટ,વીવીપેટ અને કંટ્રોલ યુનિટની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
રિપોર્ટ આશિષ નાયી બાયડ