
આજે તારીખ 9 ઓગસ્ટ, 2025 ના રોજ કાચા સૂતરના તાંતણે બંધાયેલો ભાઈ-બહેનનો પાક્કો પ્રેમ એટલે રક્ષાબંધન. આ આખો દિવસ ભાઈ-બહેનના મધુર સંબંધને સમર્પિત છે. વર્ષભરની મીઠી લડાઈ, ઝઘડા, અને મજાક મસ્તી પછી આ એક દિવસ એવો આવે છે જ્યારે તેમનો પ્રેમ વધુ ગાઢ બને છે.
રક્ષાબંધન ફક્ત રેશમની રાખડી બાંધીને ભાઈ પાસેથી ભેટ લેવાનો તહેવાર નથી, પરંતુ તે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક છે. આજના દિવસે એક રેશમનો અતૂટ દોરો ભાઈ-બહેનના સંબંધને વધુ મજબૂત બનાવે છે. ભાઈ પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે અને બહેન પણ તેના લાંબા આયુષ્ય અને સુખની પ્રાર્થના કરે છે.
શ્રાવણ મહિનાના આ પવિત્ર તહેવાર, રક્ષાબંધન નિમિત્તે સૌ ભાઈ-બહેનોને હાર્દિક શુભકામના ઓ!