ગાંધીનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ તથા પોર્લીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.પટેલ સાહેબ દ્વારા પ્રોહીબીશન તેમજ જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અંકુશમાં લેવા સારૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસરકારક પેટ્રોલીંગ રાખી વોચ ગોઠવી અસરકારક કામગીરી કરવા સારૂ ખાસ સુચના આપવામાં આવેલ હોય
જે અન્વયે અમો એ એસ અસારી પોલીસ ઇમ્પેક્ટર ચિલોડા પોલીસ સ્ટેશનના નાઓએ તાબાના પોલીસ સ્ટાફના માણસોને પ્રોહીબીશન જુગારના કેશો શોધી કાઢવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને ચિલોડા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી ડી.બી. ઝૂલા તથા અ પો કોન્સ વિજયસિંહ તેજસિંહ તથા આ પો.કોન્સ અલ્તાફભાઇ અબ્દુલભાઇ તથા આ પો કોન્સ, અમિતકુમાર કનુભાઈ નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન આ પો કોન્સ અમિતકમાર કનુભાઈને મળેલ બાતમી હકીકત આધારે પાલજ ગામની સીમમાં આવેલ મહાકાળી ફાર્મ તરફ જતા કાચા નાળીયામા ખુલ્લામાં ગંજી પાનાનો પૈસાની હાર જીતનો જુગાર રમતા (૧) ઘનશ્યામજી હરદાજી ઠાકોર ઉવ.૪૦ રહે. નવા પાલજ ગ્રામ પંચાયતની પાસે તા.જી.ગાંધીનગર (૨) ભરતભાઇ શંકરભાઇ વાઘેલા ઉ.વ૫૪ રહે. નવા પાલજ સોસાયટી પાલજ તા જી ગાંધીનગર (૩) સંદિપભાઇ રણછોડભાઇ રાવળ ૩૬.૨૮ ૨હે નવા પાલજ જીત બંગ્લોઝની સામે તા.જી.ગાંધીનગર (૪) જીતેન્દ્રસિંહ કાળુસિંહ બીહોલા ઉ.વ.૩૦ રહે નવા પાલજ માતાજી ના ચોકની સામે તા.જી.ગાંધીનગર નાઓને અંગઝડતી તથા દાવ ઉપરથી કુલ રોકડ રૂપીયા ૧૧,૯૪૦/- સાથે પકડી પાડી તેઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.