ગાંધીનગરમાં દર વર્ષે ૧૫મી ઓગસ્ટે અને ૨૬મી જાન્યુઆરીએ મિલાપ ટાટારિઆ ટાઇગર દ્વારા વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમનું આયોજન થાય છે તો આ વર્ષે પણ ૧૫મી ઓગસ્ટે, સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે કુડાસણ ખાતે મિલાપ ટાટારિઆ ટાઇગર દ્વારા આયોજિત અને T2C ટ્યૂશન ના સહયોગથી ” સ્વતંત્રતા પર્વ ” વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, કુડાસણ, સરગાસણ, રાયસણ, વાવોલ, મહુડી અને ગાંધીનગર શહેરના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બાળકોએ પોતાની કલા તથા આવડત વડે ” સ્વતંત્રતા પર્વ ” વિષય પર ચિત્ર દોરી પોતાની કૃતિ તૈયાર કરી હતી અને અનેક સંદેશો આપ્યા હતા. સ્પર્ધામાં હેમલતા પરમાર અને સંજય થોરાત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તથા એમના વરદહસ્તે દરેક સ્પર્ધકોને પ્રમાણપત્ર, વાઉચર અને ટ્રોફી આપીને ગૌરવ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. T2C ટ્યૂશન ના સંચાલિકા હિરલ પંડ્યા અને યાત્રી મેવાડા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને તમામ સ્પર્ધકોને અનેક શુભેચ્છઓ પાઠવી હતી. તથા આયોજક મિલાપ ટાટારિઆ ટાઇગરે તમામ સ્પર્ધકોને શુભેચ્છઓ પાઠવી હતી.
અહેવાલ ચિંતન શાહ ગાંધીનગર
= ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947