રામરોટી અન્નક્ષેત્ર પુંસરી ગામના જરૂરિયાતમંદ લોકો માટે ખૂબ જ સરાહનીય કામગીરી કરી રહ્યું છે..
સાબરકાંઠા જિલ્લાના તલોદના સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ પુંસરી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારે દીપ પ્રાગટ્ય કરી મેડિકલ સારવાર કેમ્પ ખુલ્લો મુક્યો હતો. આ મેડિકલ કેમ્પમાં વિવિધ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોએ હાજર રહી સારવાર આપી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીએ ગામના અગ્રણી શ્રી અને પૂર્વ સરપંચ શ્રીનરેન્દ્ર ભાઈ પટેલના વખાણ કરતા જણાવ્યું હતું કે તેમના અને તેમના મિત્રોના સહયોગથી ચાલતા આ ચેરીટેબલ ટ્રસ્ટ થકી અનેક લોકોને ભોજન તેમ સારવાર મળી રહે છે જે ખરેખર સરાહનીય બાબત છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ બાળકના જન્મથી લઈ શિક્ષણ આરોગ્ય તેમજ તેની રોજગારી અને વૃદ્ધાવસ્થા સુધીની ચિંતા કરી છે જે થકી આજે ગુજરાતમાં ત્રણ કરોડથી વધુ લોકો મફત અનાજ આપવા આવી રહ્યું છે. વડાપ્રધાન શ્રી દ્વારા મહિલાઓ માટે પણ 200 જેટલી યોજનાઓ અમલી બનાવી છે. સ્વચ્છ ભારત મિશન થકી આરોગ્ય જાળવણી બાબતે લોકોનું ધ્યાન દોર્યું છે.
આ પ્રસંગે તલોદ પ્રાંતિજ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર એ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે અપીલ કરી હતી.
મંત્રી શ્રી અને ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા મેડિકલ કેમ્પ નું નિરીક્ષણ કરી ગામમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે જાણકારી લીધી હતી આ મેડિકલ કેમ્પની સાથે પશુ સારવાર કેમ્પ સગર્ભા માતાઓને સુખડી વિતરણ નો કાર્યક્રમ પણ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત મહિલા બાળ વિકાસ ચેર પર્સન શ્રીમતી રેખા બા ઝાલા, અગ્રણી શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો ગામના પૂર્વ સરપંચ શ્રી અને સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ પટેલ પૂર્વ સરપંચ શ્રી હિમાંશુભાઈ પટેલ ડોક્ટરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા..
રિપોર્ટર :દિલીપસિંહ બી ઝાલા તલોદ
= ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947