ગુજરાતમાં મોટા મોટા શહેરોમાં એક સ્થળે થી બીજા સ્થળે જવા માટે તાત્કાલિક સુવિધા એટલે ટેક્સી. ટેક્ષી ડ્રાંઇવરો આપણને એક સ્થાને થી બીજા સ્થાને સલામત રીતે પહોંચાડવાની સેવા આપે છે. પરંતુ આ CAB ડ્રાંઇવરોને એક એસોસિયેશન દ્વારા ચૂનો લગાડવામાં આવ્યો છે જેના વિરોધમાં પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. CAB ડ્રાંઇવરો કાર ડ્રાંઇવ કરી પોતાનું જીવન ગુજરતા હોય છે ત્યારે આવા સામાન્ય ડ્રાંઇવરોને ચૂનો લગાવતુ એસોસિઅન સામે બળવો કર્યો છે. એસોસિઅન દ્વારા એક ડ્રાંઇવરે 1100 રૂપિયા ઉઘરાવાયા છે અને વિરોધ ના દર્શાવવા ધમકાવ્યા પણ છે. કેટલાક ડ્રાંઇવારો બીકના માર્યા મેદાને પણ નથી આવ્યા તો કેટલાક ડ્રાંઇવરો હિમ્મત કરી વિરોધ દર્શાવવા આવ્યા છે. રાજ્યના અલગ અલગ શહેરોમાંથી ડ્રાંઇવરો વિરોધ દર્શાવવા ગાંધીનગર પહોંચ્યા હતા. તેમને ઓનલાઇન, ફોનપે, અને પે ટી એમ દ્વારા કરેલા ટ્રાન્જેક્શન પણ બતાવ્યા હતા જેમાં 1100 રૂપિયા એસોસિઅન દ્વારા માંગ કરેલ અને ટ્રાન્સફર કરેલા જોવા મળતા હતા. આજના મોર્ડન જમાનામાં ક્યાં સુધી આવા ફર્ઝી એસોસિઅન ગરીબ ના પેટ ઉપર પાટા મારશે..ક્યાં સુધી ભોળી જનતા ને લૂંટશે… સરકાર આવા લોકો સામે ક્યારે પગલાં લેશે….??
અહેવાલ આશા શર્મા ગાંધીનગર
= ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947