ભાદરવા સુદ પાંચમ થી ભાદરવા સુદ ચૌદશ એમ દસ દિવસ દિગમ્બર જૈન ધર્મ ના પવાઁધીરાજ પયુઁષણ મહાપર્વ દરમિયાન નિયમ થી મુનીરાજ ને દશ ધમઁ પાળતા હોય છે, આ દિવસો માં શ્રાવકો દ્વારા દશધમઁ ની આરાધના કરવામાં આવેછે. એટલે દશ દિવસ હોય છે તેમા પ્રથમ દિવસે (૧) ઉત્તમ ક્ષમા, બાદ ક્રમશ (૨) ઉત્તમ માદઁવ,(૩) ઉત્તમ આજઁવ (૪) ઉત્તમ શૌચ (૫) ઉત્તમ સત્ય (૬) ઉત્તમ સંયમ (૭) ઉત્તમ તપ (૮) ઉત્તમ ત્યાગ (૯) ઉત્તમ આકિંચન, અને અંતિમ દિવસે (10) ઉત્તમ બ્રહ્મચર્ય ધમઁ પાળવામાં આવેછે અને અને અનંત ચતુર્દશી- સંવત્સરી મનાવા માં આવછે. બોટાદ મધ્યે કુંદકુંદ આચાર્ય પ્રણીપાત તથા ગુરુદેવશ્રી કાનજી સ્વામી પ્રેરિત શ્રેયાંસનાથ દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિરે જિનેન્દ્ર અભીષેક, દશલક્ષણ મંડલ વિધાન પૂજા, ગુરુદેવ નું તત્ત્વજ્ઞાન ઉપદેશનું CD પ્રવચન, સાંજે પ્રતિક્રમણ, ભકિત, આરતી વિગેરે ધામીઁક કાયોઁ થી ધમઁ આરાધના પુવઁક પયુઁષણ મહાપર્વ ઉજ્વાય રહ્યા છે..
રીપોર્ટર: ચિંતન વાગડીયા