તા -15-11-2023 ના રોજ સર્વ સમાજ સેના અરવલ્લી જીલ્લાના હોદ્દેદાર દ્વારા દારૂનું અતિશય ખુલ્લે આમ વેચાણ વધી રહ્યું છે અને ઓછી ઉંમર માં મહિલા ઓ વિધવા બની રહી છે અને ભારત દેશ નું ભવિષ્ય એવો યુવાવર્ગ દારૂ ના ખરાબ રવાડે ચડી ગયો છે એને ધ્યાન માં લઈને સાઠંબા પોલીસ સ્ટેશન ખાતે સાઠંબા પોલિસ મથક ની હદમાં ચાલતા દેશી દારૂ તથા વિદેશી દારૂના વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરાવવા બાબત. આવેદન પત્ર આપવામાં આવ્યુ જેમાં અરવલ્લી જીલ્લા પ્રમુખ કિસ્મતસિંહ ઝાલા – ગાબટ બાયડ તાલુકા પ્રમુખ જીગરસિંહ રાઠોડ સંગઠન મંત્રી રાકેશસિંહ ઝાલા મહામંત્રી દિલીપસિંહ ચૌહાણ કાર્યકર્તા મહેશસિંહ સોલંકી હાજર રહ્યા હતા અને 5 દિવસ નો સમય આપવામાં આવ્યો છે જો 5 દિવસ માં પોલીસ દ્વારા આ બાબતે પગલાં લેવામાં નઈ આવે તો સર્વ સમાજ સેના ના મુખ્ય સંયોજક મહિપતસિંહ ચૌહાણ અને અરવલ્લી જીલ્લા ટીમ દ્વારા ફેસબુક લાઈવ કરીને જનતા રેડ કરવામાં આવશે અને SP ઓફીસ જઈને લાઈવ પ્રૂફ બતાવવામાં આવશે
*અહેવાલ:- મેહુલસિંહ પરમાર ધનસુરા અરવલ્લી*