તલોદ બસ ડેપો ખાતે “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કેમ્પેઇનનો” પ્રારંભ કરાવતાં ૩૩ પ્રાંતિજ તલોદ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, તલોદ તાલુકા મામલતદાર ડી.એલ.રાઠોડ સાહેબ , પ્રાંતિજ ડેપો મેનેજર રીટાબેન સોલંકી, ટી. આઈ મનોજસિંહ કુંપાવત વગેરે અધિકારી તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ નિગમની સ્વચ્છતા અંગેની છબી સુધારવા તેમજ મુસાફર જનતા પણ આ કેમ્પેઈનનો ભાગ બને અને સ્વચ્છતા કેમ્પેઈનનો સંદેશ મહત્તમ લોકો સુધી પહોંચાડે તે માટે મુખ્યત્વે પ્રચાર પ્રસારના માધ્મમથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
મુસાફરોને કચરો કચરા પેટીમાં નાખવા, બસ સ્ટેન્ડમાં કચરો ન ફેંકવા જેવા સૂત્રો વાળા સ્ટીકર દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
બસ સ્ટેન્ડમાં તેમજ બસમાં બેઠેલા મુસાફરો કચરો કચરા પેટીમા નાખી શકે અને બસને ચોખ્ખી રાખી શકે તે માટે તમામ બસ સ્ટેશન અને બસોમાં કચરા પેટીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહેલ છે. લોકભાગીદારી થકી બસ સ્ટેન્ડ અને બસને ચોખ્ખી રાખીને “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કેમ્પેઇન”ને સાચા અર્થમાં સાકાર કરવાં અનુરોધ કર્યો હતો.
રિપોર્ટર દિલીપ બી ઝાલા તલોદ સાબરકાંઠા