*જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રશસ્તિ પરીકની અધ્યક્ષતામાં ચૂંટણીની તૈયારીઓ અને આચારસંહિતાના અમલ અંગે સંકલનના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ*
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને ધ્યાનમાં લઈને અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી પ્રશસ્તિ પરીકના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી,સભાખંડ મોડાસા ખાતે ચૂંટણીની તૈયારીઓ અને આચારસંહિતાના અમલ અંગે સંકલનના અધિકારીશ્રીઓ તથા નોડલ સાથે બેઠક યોજાઈ હતી.
આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જિલ્લાના તમામ ચૂંટણી નોડલ અધિકારીશ્રીઓ સહિત સંકલનના અધિકારીશ્રીઓએ અત્યાર સુધી કરેલી વિવિધ કામગીરી અને હવે પછી કરવામાં આવતી કામગીરી અંગે સમીક્ષા કરી હતી. તેમણે આદર્શ આચાર સંહિતાના અમલીકરણ બાબતે ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં સરકારી અને જાહેર મિલકતો ઉપર કોઈપણ પ્રકારના પોસ્ટર્સ કે જાહેર ખબર લાગેલી હોય તેને હટાવવાની કામગીરી, જાહેરાતો, હોર્ડિંગ વગેરે દૂર કરવાની કામગીરી, MCMC- આદર્શ આચાર સંહિતાની અમલવારી થાય તે સુનિશ્ચિત કરવા સહિતની ચર્ચા કરી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ખર્ચ નોડલશ્રી દીપેન કેડિયા, જિલ્લા પોલીસ વડા શ્રી શેફાલી બરવાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને એમ.સી.સી નોડલશ્રી રાજેશ કુચારા, સર્વ પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર આશિષ નાઈ બાયડ
——————————