ધોલેરા તાલુકા ના આણંદપુર ગામ માં રહેતા ભાવનાબેન મકવાણા ને અચાનક પ્રસવ પીડા ઉપડતાં તેમના પતિ દ્વારા ૧૦૮ ની મદદ માગતા પીપળી ૧૦૮ પાઇલોટ રાહુલભાઇ તથા ઈ એમ ટી કલ્પેશ જાની ઝડપથી ધટના સ્થળે પહોંચી દર્દી ભાવનાબેન ને ૧૦૮ માં લઇ ધંધૂકા સરકારી હોસ્પિટલ જતા રસ્તામાં બેન ને વધારે પીડા ઉપડતા ત્યાં રસ્તામાં જ ૧૦૮ ના ઈ એમ ટી કલ્પેશ જાની દ્વારા એમ્બ્યુલન્સ માં સફળ ડિલિવરી કરાવી દીકરી નો જન્મ થયો હતો માતા અને બાળક ને વધુ સારવાર માટે ધંધુકા સરકારી હોસ્પિટલમાં માં લઇ જવામાં આવ્યા હતા ભાવનાબેન ના પરિવાર દ્વારા ૧૦૮ સ્ટાફ તથા ૧૦૮ પરિવાર નો આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટર મહેશ મકવાણ અમદાવાદ