આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરના સેક્ટર ૨૪માં આવેલી હરસિદ્ધ નગર વસાહતમાં રહેતા ચિંતનભાઈ કલ્પેશભાઈ શાહ ને છેલ્લા ૧૫ વર્ષથી સેક્ટર ૨૭માં ટેનામેન્ટ નંબર ૧૭૦માં રહેતા અને મૂળ રાંધેજાના સંદીપગીરી બાબુગિરી ગોસ્વામી સાથે મિત્રતા હતી. દરમિયાનમાં સંદીપગીરીના પિતાને રાંધેજા ખાતે આવેલી સહકારી મંડળીમાં રૂપિયા ભરવાના હોવાથી તેમણે ચિંતનભાઈ પાસે રૂપિયાની માંગણી કરી હતી અને તેમણે વર્ષ ૨૦૨૦માં જાન્યુઆરી મહિનામાં ૮.૮૫ લાખ રૂપિયા આપ્યા હતા અને આ રૂપિયા બે વર્ષમાં ચૂકવી આપવાની પણ સંદીપગીરી દ્વારા બાહેધરી આપવામાં આવી હતી. જોકે ચિંતનભાઈને રૂપિયાની જરૂરિયાત ઊભી થતા તેમણે સંદીપગીરી પાસે
રૂપિયા માંગ્યા હતા. જેના પગલે તેમણે રોકડ રૂપિયા નહીં હોવાનું કહ્યું હતું અને તેની સામે ૮.૮૫ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. જે ચેક ચિંતનભાઈ શાહ દ્વારા જમા કરાવવામાં આવતા નાણાના અભાવે પરત ફર્યો હતો. ત્યારબાદ રૂપિયાની માંગણી કરતા સંદીપગીરી ગોસ્વામી એ કહ્યું હતું કે આવા તો અમે ઘણા લોકોને ચેક આપેલા છે અને કોઈને રૂપિયા પરત આપ્યા નથી. તમારાથી થાય તે કરી લો. જેના પગલે તેમણે ગાંધીનગર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી અને સાતમા એડિશનલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને પુરાવાઓને આધારે આરોપી સંદીપગીરી બાબુગિરી ગોસ્વામીને કોર્ટે બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. તેમજ ૮.૮૫ લાખ રૂપિયા છ ટકાન વ્યાજે ચૂકવવા પણ હુકમ કર્યો હતો
મિત્રએ પિતાની સહકારી મંડળી ભરવા રૂપિયા લીધા અને આપેલો ચેક પરત ફરતા કેસ દાખલ થયો
આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરના સેક્ટર ૨૪માં આવેલી હરસિદ્ધ નગર વસાહતમાં રહેતા ચિંતનભાઈ કલ્પેશભાઈ શાહને છેલ્લા ૧૫ વર્ષથી સેક્ટર ૨૭માં ટેનામેન્ટ નંબર ૧૭૦માં રહેતા અને મૂળ રાંધેજાના સંદીપગીરી બાબુગિરી ગોસ્વામી સાથે મિત્રતા હતી. દરમિયાનમાં સંદીપગીરીના પિતાને રાંધેજા ખાતે આવેલી સહકારી મંડળીમાં રૂપિયા ભરવાના હોવાથી તેમણે ચિંતનભાઈ પાસે રૂપિયાની માંગણી કરી હતી અને તેમણે વર્ષ ૨૦૨૦માં જાન્યુઆરી મહિનામાં ૮.૮૫ લાખ રૂપિયા આપ્યા હતા અને આ રૂપિયા બે વર્ષમાં ચૂકવી આપવાની પણ સંદીપગીરી દ્વારા બાહેધરી આપવામાં આવી હતી. જોકે ચિંતનભાઈને રૂપિયાની જરૂરિયાત ઊભી થતા તેમણે સંદીપગીરી પાસે
રૂપિયા માંગ્યા હતા. જેના પગલે તેમણે રોકડ રૂપિયા નહીં હોવાનું કહ્યું હતું અને તેની સામે ૮.૮૫ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. જે ચેક ચિંતનભાઈ દ્વારા જમા કરાવવામાં આવતા નાણાના અભાવે પરત ફર્યો હતો. ત્યારબાદ રૂપિયાની માંગણી કરતા સંદીપગીરીએ કહ્યું હતું કે આવા તો અમે ઘણા લોકોને ચેક આપેલા છે અને કોઈને રૂપિયા પરત આપ્યા નથી. તમારાથી થાય તે કરી લો. જેના પગલે તેમણે ગાંધીનગર કોર્ટમાં એડવોકેટ અમિત બી શાહ ની મદદથી ફરિયાદ દાખલ કરી હતી અને સાતમા એડિશનલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને પુરાવાઓને આધારે આરોપી સંદીપગીરી બાબુગિરી ગોસ્વામીને કોર્ટે બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. તેમજ ૮.૮૫ લાખ રૂપિયા છ ટકાન વ્યાજે ચૂકવવા પણ હુકમ કર્યો હતો
અહેવાલ જશવંત પરમાર ગાંધીનગર