ગાંધીનગર જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કલોલ ખાતે એચ.જી. મ્યુનિસિપલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ વખારીયા હાઇસ્કુલ ખાતે કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. જ્યારે તાલુકાકક્ષાનો કાર્યક્રમ સેકટર – 11 રામ કથા મેદાન ખાતે યોજવામાં આવ્યો હતો.
ગાંધીનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કલોલ ખાતે એચ.જી. મ્યુનિસિપલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ વખારીયા હાઇસ્કુલ ખાતે કરવામાં કરવામાં આવી હતી. ગઈકાલે બુધવારે આ કાર્યક્રમનું રિહર્સલ જિલ્લા વિકાસ અધિકારી બી.જે.પટેલની ઉપસ્થિતિમાં યોજાયું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી બી.જે.પટેલે બાળકો, નગરજનો અને આમંત્રિત મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિઘા, સુશોભન, મંડપ જેવી વિવિધ વ્યવસ્થાનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે બાળકો દ્વારા રજૂ થનાર દેશ ભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળ્યા હતા. ત્યારબાદ અધિકારીઓ સાથે સ્થળ પર બેઠક કરીને જરૂરી બાબતો પર ધ્યાન દોર્યું હતું. એજ રીતે આજે સેકટર – 11 રામ કથા મેદાન ખાતે તાલુકા કક્ષાનો ધ્વજ વંદનનો કાર્યક્રમ થોડીવારમાં યોજાનાર છે. અહીં પ્રાંત અધિકારી બી જે મોડીયાનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. ત્યાર જિલ્લા પોલીસ વડા પણ સેકટર 27 પોલીસ હેડ કવાર્ટર ખાતે ધ્વજ વંદન કરશે. મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પણ મેયર મીરાબેન પટેલના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવશે.