પો.ઈન્સ. એચ.જે. ભટ્ટના માર્ગદર્શન હેઠળ સોશ્યલ મીડિયામાં હથિયાર સાથે વિડીયો અપલોડ કરનાર ઇસમની તપાસ કરી પકડી પાડી વિડીયો અપલોડ કરનાર પ્રવિણભાઈ નરશીભાઈ વાઘોડીયા જાતે ચુ. કોળી ઉ.વ.૩૫ ધંધો
મજુરી રહે. જય અંબે સોસાયટી પ્રજાપતિની વાડી પાસે તા. થાનગઢ જી. સુ.નગર હોવાનું જણાવેલ અને આ હથિયાર તેઓને સસરા જિલ્લાભાઈ રામાભાઈ પનારા રહે. નળખંભા તા. થાનગઢ જી. સુ.નગરનાઓએ પોતાનું પરવાના વાળુ હથિયાર મજલલોડ બંદુક વિડીયો બનાવવા આપી હથિયાર પરવાનાનો ભંગ કરેલ હોય જેથી બંને ઇસમો વિરૂધ્ધ થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે આમ્સ એકટ કલમ ૨૫(૧- બી)એ,૨૯ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી માટે થાનગઢ પોલીસ સ્ટેશન સોંપી આપેલ છે.