સાત વર્ષમાં ૧૩ હજારથી વધુ ઘાયલ અને બીમાર પશુઓની કરી સારવાર
અરવલ્લી જિલ્લામાં રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા એક કરુણા એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે કરુણા એમ્બ્યુલન્સ સેવાઓ તારીખ 6 ઓક્ટોબર ના રોજ સાત વર્ષ પૂર્ણ કર્યા છે.
મોડાસા શહેરમાં છેલ્લા સાત વર્ષમાં કરુણા એમ્બ્યુલન્સ દ્વારા 13005 જેટલા અબોલ પશુઓની વિનામૂલ્ય સારવાર કરવામાં આવી છે. જે પશુઓ માટે સંજીવની સમાન સાબિત થઈ છે મોડાસા શહેર વિસ્તાર માટેની EMRI Green health services ની કરુણા એમ્બ્યુલન્સ 1962 રવિવારે સાત વર્ષ પૂર્ણ કર્યા છે. આ સાત વર્ષમાં અબોલ અને બિન વાર્ષિક અને નિરાધાર પશુઓની નિશુલ્ક સારવાર કરી પશુ અને પક્ષીઓના અમૂલ્ય જીવ બચાવવામાં આવે છે .
DHAO ડો. વસંત પરમાર સાહેબ, ડોક્ટર રાજેન્દ્ર સુરાણી સાહેબ,મોડાસા કરુણા એમ્બ્યુલન્સના ડોક્ટર ડો. પ્રિયાંશી પટેલ, પાયલોટ જયનીલસિંહ સોલંકી, પ્રોજેક્ટ કોડીનેટર નિતિન પ્રજાપતિ સાથે રહીને સાત વર્ષ પૂરા થયાની ઉજવણી જિલ્લા પંચાયત મોડાસા ખાતે કેક કાપી કરવામાં આવી હતી.
આશિષ નાયી બાયડ