
અરવલ્લી જિલ્લાના માલપુર પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવતા હાથી ખાંટ ના સીમ માંથી જિલ્લા પોલીસ ( એલસીબી) દ્વારા શંકાસ્પદ ખેતર માંથી મકાઈ ની આડ માં વાવેતર કરેલા ગાંજા ના છોડ ઝડપી પાડયા હતા..જિલ્લા પોલીસ (એલસીબી) બાતમી ને આધારે ટીમ બનાવી (૭) જેટલી ગાડીઓ દ્વારા શંકાસ્પદ ખેતર માં રેડ કરતા મોટી માત્ર માં ગાંજા ના છોડ મળી આવ્યા હતા.આ બધી કાર્યવાહી થી માલપુર પોલીસ અજાણ જણાઈ આવી હતી.અરવલ્લી જિલ્લામાંથી મોટી માત્રામાં ગાંજાનું છોડ મળી આવતા. ગાંજાનું વ્યાપક વાવેતર કરનાર વ્યક્તિ જિલ્લા ના એક મોટા નેતા નો ખાસ કાર્યકર હોવાની લોકચર્ચા એ જોર પકડ્યું !
અરવલ્લી પોલીસ કોઈપણ રાજકીય શરમ રાખ્યા વગર કાયદેસર કાર્યવાહી કરે તે જરૂર
રીપોર્ટ આશિષ નાઈ બાયડ