
તારીખ ૨૧-૦૪-૨૦૨૫ ના રોજ અરવલ્લી જિલ્લા પંચાયત, મોડાસા ખાતેના સભાખંડમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની વેચાણ વ્યવસ્થા બાબતે બેઠકનુ આયોજન શ્રી દિપેન કડીયા, માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી,અરવલ્લીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યુ હતુ.જેમાં આત્મા યોજના, એન.આર.એલ.એમ. અને બાગાયત ખાતા દ્વારા જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત ભાઈઓ અને બહેનોને હાજર રાખવામાં આવ્યા હતા. માન.રાજ્યપાલશ્રી, ગુજરાત રાજ્યના સતત માર્ગદર્શન હેઠળ તમામ જિલ્લા વહીવટી તંત્ર ધ્વારા દિવસ-રાત મહેનત કરી વધુમાં વધુ ખેડૂતો ધ્વારા પ્રાકૃતિક ખેતી કરી જળ, જમીન અને પર્યાવરણનુ રક્ષણ કરી માનવ સ્વાસ્થ્યનુ પણ રક્ષણ થાય તે દિશામાં કામ કરવામાં આવી રહ્યુ છે.ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ખેત પેદાશોનુ સરળતાથી વેચાણ થઈ શકે તે માટે જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત ભાઈ બહેનો સાથે સંવાદ કાર્યક્રમ જિલ્લા પંચાયત હોલમાં આયોજીત કરવામાં આવ્યો હતો.જેમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.જેમાં પ્રાકૃતિક કૃષિ અંગેના ખેડૂત અનુભવો તેમજ તેમને પ્રાકૃતિક ખેતીમાં પડતી મુશ્કેલીઓ અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો…
આ કાર્યક્રમમાં શ્રી રમેશભાઈ પટેલ, સંચાલકશ્રી,સૃષ્ટિ સંસ્થા,અમદાવાદ દ્વારા ખાસ હાજર રહી ખેડૂતોને વેચાણ કેન્દ્ર માટે પુરો સહયોગ આપવા જણાવેલ તથા શ્રી મુંજાલભાઈ દેસાઈ,એમ.ડી.,ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન દ્વારા પણ ખેડૂતોને શક્ય તે મદદ પુરી પાડવાનુ જણાવ્યુ હતુ.અન્ય મહેમાનોમાં શ્રી ડી.સી.ચૌધરી,જનરલ મેનેજર,જી.એલ.પી.સી., ગાંધીનગર તેમજ જિલ્લાના ખેતીવાડી,બાગાયત,આત્મા અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીશ્રી તેમજ કર્મચારીશ્રી હાજર રહી જિલ્લામાં પ્રાકૃતિક ખેત પેદાશોની યોગ્ય વેચાણ વ્યવસ્થા ઉભી થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરવા જણાવ્યુ હતુ…
રીપોર્ટ આશિષ નાયી