
અરવલ્લી જીલ્લામાં ધ ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એકટ-2021 અનુસાર તારીખ 28-04-2025 ના રોજ માન.કલેક્ટરશ્રીનાં અધ્યક્ષસ્થાને ક્લિનિકલ એસ્ટાબ્લીસમેન્ટ કમિટીની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા કમિટિના તમામ સભ્યશ્રીઓ હાજર રહેલ હતા. આ મિટિગમાં CEA અસરકારક અમલીકરણ કરવા માટે વિગતવાર ચર્ચા કરવામાં આવેલ.
જિલ્લામાં આજદિન સુધી કુલ 748 આરોગ્ય સંસ્થાઓએ કામચલાઉ નોંધણી મેળવેલ છે, જેમાંથી 325 સરકારી અને 423 ખાનગી આરોગ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને 371 એલોપેથી, 62 આયુર્વેદિક અને 130 હોમિયોપેથી હોસ્પિટલ તથા ક્લિનિકોનો સમાવેશ થાય છે તેમજ 33 લેબોરેટરીઓએ પણ રજીસ્ટ્રેશન કરાવેલ છે.
આ એક્ટ અંર્તગત તબીબશ્રીઓને મિટિંગ,વર્કશોપમાં માહિતગાર કરવામાં આવેલ છે. આ એકટ હેઠળ તમામ સરકારી, ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત આરોગ્ય સંસ્થાઓ માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. ક્લિનિક સંસ્થાઓના તમામ પ્રકારની ઉપચારાત્મક અને ડાયગ્નોસ્ટિક સેવાઓ માટે પણ રજીસ્ટ્રેશન ફરજીયાત છે. એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ પણ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.
એક જ ક્લિનિક કે હોસ્પિટલમાં અલગ-અલગ પેથીની સેવાઓ ચાલતી હોય, તો દરેક માટે જુદું રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. તે વિશે પણ ચર્ચા કરવામાં આવેલ. આ એક્ટ હેઠળ ક્લિનિક/કન્સલ્ટિંગ રૂમ/પોલીક્લિનિક/હોસ્પિટલ/સ્ટેન્ડએલોન લેબ અને અન્ય ડાયગ્નોસ્ટિક યુનિટને રજીસ્ટ્રેશન માટે અંતિમ તારીખ 12/09/2025 નિર્ધારિત કરવામાં આવી છે. તેથી નિર્ધારિત ફી સાથે પોતાનું રજીસ્ટ્રેશન સમયસર પૂર્ણ કરવા આરોગ્ય સંસ્થાઓને અનુરોધ કરવામાં આવે છે.
રીપોર્ટ આશિષ નાયી બાયડ