
ગાંધીનગર: પવિત્ર શ્રાવણ માસના શુભારંભે સરગાસણના નવા વિકસતા વિસ્તારમાં આવેલા શ્રી શિવશક્તિ મંદિરમાં શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મહંત શ્રી ઈન્દ્રવદનભાઈના જણાવ્યા મુજબ, બાલવ્યાસ શ્રી ધ્રુવીલ મહારાજ દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપીને ધર્મલાભ લીધો હતો.
કથાની પૂર્ણાહુતિ:
આ કથાની પૂર્ણાહુતિ પ્રસંગે ગાંધીનગરના પૂર્વ મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, આર.આર. પટેલ, અને અમિતભાઈ પટેલ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કથા શ્રવણ કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધા જોવા મળી હતી. આયોજકોએ આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર માન્યો હતો.