
ગાંધીનગર જિલ્લામાં નોંધાયેલા ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ગાંધીનગર રેન્જ ડી.આઈ.જી.પી. શ્રી વીરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમશેટ્ટી સાહેબની સૂચના મુજબ, એસ.ઓ.જી. પો.ઈન્સ. શ્રી વી.ડી.વાળાના માર્ગદર્શન હેઠળ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, જિલ્લામાં નોંધાયેલા ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓની યાદી તૈયાર કરી તેમને ઝડપી પાડવા માટે એસ.ઓ.જી.ની જુદી જુદી ટીમો કાર્યરત હતી.
ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ
એસ.ઓ.જી. ટીમના પો.કોન્સ. હાર્દિકસિંહ જીતેન્દ્રસિંહ, પો.કોન્સ. રાજનીલસિંહ સુરેન્દ્રસિંહ અને પો.કોન્સ. ઘનશ્યામસિંહ નટુભાને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સ દ્વારા મળેલી સંયુક્ત બાતમીના આધારે, માણસા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. ૧૧૨૧૬૦૦૯૨૪૦૪૧૫/૨૦૨૪ પ્રોહી એક્ટ કલમ ૬૫(ઈ), ૮૧, ૯૮(૨) મુજબના ગુનાના કામે છેલ્લા એક વર્ષથી નાસતો-ફરતો આરોપી અજય રમણભાઈ રાવળ, રહે. ગામ ઇટાદરા, ગાંધીનગરવાળાને બાતમીવાળી જગ્યાએથી પકડી પાડવામાં આવ્યો છે.
આગળની કાર્યવાહી પકડાયેલા આરોપી અજયકુમાર રમણભાઈ રાવળ, ઉ.વ. ૨૬, રહેવાસી ગામ ઇટાદરા, રાવળવાસ, તા. માણસા, જિ. ગાંધીનગર સામે કાયદેસરની કાર્યવાહી કરી, આગળની વધુ તપાસ અર્થે તેને માણસા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.
આ કાર્યવાહીથી જિલ્લામાં ગુનાખોરી અંકુશમાં લેવામાં અને નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને વધુ સફળતા મળશે.