
ઓસ્ટ્રેલિયાની ધરતી પર રહેતા છતાં પોતાની ભારતીય પરંપરા અને સંસ્કૃતિ જીવંત રાખતા ગુજરાતી પરિવારો અવિસ્મરણીય ઉદાહરણ ઊભું કરે છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ઇન્દ્રાણ ગામના ગોસ્વામી પરિવાર દ્વારા ઓસ્ટ્રેલિયામાં સત્યનારાયણ ભગવાનની વિધિવત્ કથા આયોજન કરાયું તેવા પ્રસંગે ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનું સંવર્ધન તથા ભક્તિભાવનું સુંદર પ્રદર્શન થયું.
પરિવારજનો અને મિત્રો સાથે ભક્તિપૂર્ણ માહોલમાં કરવામાં આવેલી આ કથા માત્ર ધાર્મિક વિધિ જ નહીં પરંતુ ભારતીય પરંપરાને પરદેશમાં જીવી રાખવા વડે ભાવિ પેઢીને મૂળ સંસ્કારોથી જોડવાનો પવિત્ર પ્રયત્ન છે. પ્રાર્થના, પૂજા અને પ્રસાદની સાથે સૌએ એકતા, શ્રદ્ધા અને આનંદનો અનોખો અનુભવ કર્યો.
આવો પ્રસંગ દર્શાવે છે કે જગતના કોઈ પણ ખૂણામાં હોવા છતાં આપણા મૂળ સાથેનો સંબંધ કદી તૂટતો નથી, અને ભારતીય સમાજ પોતાની સંસ્કૃતિને સર્વત્ર પ્રસરે છે.
અહેવાલ આશિષ નાઈ અરવલ્લી