શ્રી સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા શ્રી આઈ.જી.રોખ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર તથા શ્રી હર્ષ શર્મા મદદનીશ પોલીસ અધિક્ષક, બોડેલી ડિવીઝન નાઓએ પોલીસની પ્રજા પ્રત્યેનો વ્યવહાર મૈત્રી પુર્ણ રાખવાનો અભિગમ રાખવા જણાવેલ હોય.
ગઈ તા.૧૩/૦૪/૨૦૨૬ ના રોજ નસવાડી પોલીસ સ્ટેશન નાઈટ રાઉન્ડના પોલીસ માણસો નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હાજર હતા તે દરમ્યાન નસવાડી ટાઉન એમ.એલ.એ બંગલા પાસે એક બાળક મળી આવેલ હોય જેથી તે બાળક પાસે જઈ નાઈટ રાઉન્ડના પોલીસ માણસોએ તેનું નામ સરનામું પુછતા તે બાળક કંઈ બોલી રહેલ ન હોય જેથી તે બાળકને નસવાડી પોલીસ સ્ટેશન ખાતે લાવી ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નર રૂમમાં બેસાડી શ્રી આઈ.એમ.ઝાલા પોલીસ ઈન્સ્પેકટર નસવાડી પોલીસ સ્ટેશન નાઓએ બાળકને આશ્વાસન અને સાંત્વના આપી તેનું નામ સરનામું પુછતા તે કવાંટ તાલુકાના રેણધા ગામનો રામદાસ હોવાનું જણાવતો હોય પરંતુ પુરૂ નામ જણાવતો ન હોય જેથી શ્રી આઈ.એમ.ઝાલા પોલીસ ઈન્સ્પેકટર નસવાડી પોલીસ સ્ટેશન નાઓની સુચના અને માર્ગદર્શન આધારે શ્રી વી.એન.તડવી પોલીસ સબ ઈન્સ્પેકટર નસવાડી પોલીસ સ્ટેશન તથા પોલીસ માણસોએ કવાંટ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેમજ હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી આ બાળકના વાલી વારસનું નામ સરનામાની માહિતી મેળવતા આ બાળક કવાંટ તાલુકાના રેણધા ગામના કોયલભાઈ ગોરધનભાઈ રાઠવાનો છોકરો રામદાસ હોવાનું જણાયેલ જેથી હ્યુમન સોર્સીસ તેમજ ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરી તેનો મોબાઈલ નંબર મેળવી તેમનો સંપર્ક કરી તેના વાલીને નસવાડી પોલીસ સ્ટેશન ખાતે બોલાવી બાળકનું તેના પરિવારજનો સાથે મિલાપ કરાવેલ છે.
આમ નસવાડી પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી એક બાળકને તેના વાલી સાથે મિલાપ કરાવી • પીલીસ પ્રજાની મિત્ર – છે એ સૂત્રને સાર્થક કરતી નસવાડી પોલીસ ટીમ
સારી કામગીરી કરનારા પોલીસ અધિકારી/પોલીસ કર્મચારી •
(૧) શ્રી આઈ.એમ.ઝાલા પોલીસ ઈન્સ્પેકટર નસવાડી પોલીસ સ્ટેશન
વાલીથી વિખુટો પડેલ બાળકને તેમના પરિવાર સાથે મેળાપ કરાવતી નસવાડી પોલીસ
(૨) શ્રી વી.એન.તડવી પોલીસ સબ ઈનપેક્ટર નસવાડી પોલીસ સ્ટેશન
રિપોર્ટર: મેરુ ભરવાડ

