પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી તરૂણકુમાર દુગ્ગલ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક ગાંધીનગર વિભાગ શ્રી ડી.એસ.પટેલ સાહેબની સુચનાથી પો.સ્ટે.ના તાબા વિસ્તારમાં મિલકત સબંધી ગુન્હા બનતા અટકાવવા તેમજ અગાઉ નોંધાયેલ ગુન્હા શોધી કાઢવા સારૂ અસરકારક કામગીરી કરવા સારૂ સુચના કરેલ. તેમજ ગઇ તા.૨૬/૦૭/૨૦૨૩ મા કલાક-૨૨/૩૦ થી તા.૨૭/૦૭/૨૦૨૩ ના કલાક-૦૨/૦૦ વાગ્યા દરમ્યાન મોજે દહેગામ ઔડા ગાર્ડનના પાર્કીંગમાંથી એક યામાહા કંપનીનુ આર વન ફાઇવ મો.સા. નંબર- GJ-27-DY-5856 નુ છે. જેનો એન્જીન નંબર-G3N4E0384311 તથા ચેચીસ નંબર-ME1RG674AN0054745 નો છે. જેની હાલની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- ની તથા એક સી.એન.જી. રીક્ષામાંથી DAMIOMUSIC SPEAKERS ટેપ (મ્યુઝિક સિસ્ટમ સ્ટીરીયો) જેની હાલની કિ.રૂ.૨,૦૦૦/- મળી કુલ રૂ.૨,૦૨,૦૦૦/- ના મુદ્દામાલની ચોરી થયેલ. જે બાબતે ફરીયાદીએ પો.સ્ટે. આવી ફરીયાદ આપતા ગુ.ર.નં.- ૧૧૨૧૬૦૦૫૨૩૦૪૬૫/૨૩ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબથી ગુનો નોંધવામાં આવેલ. અને અમોએ અમારા તાબાના બીટ/ઓપી તેમજ સર્વેલન્સના માણસોને આ ગુનામાં ગયેલ ચોર-મુદ્દામાલની તપાસમાં રહેવા સુચના કરેલ. જે અન્વયે પો.સબ.ઈન્સ. શ્રી વી.બી. રહેવર, અ.હેડ.કોન્સ. ભદ્રેશકુમાર જયંતિભાઇ બ.નં.-૧૧૬૩ તથા અ.હેડ.કોન્સ. વિજયસિંહ તીતસિંહ બ.નં.-૧૧૮૫ તથા આ.પો.કો. અજયસિંહ પ્રધ્યુમનસિંહ બ.નં.-૧૬૧૪ તથા અ.પો.કો. સોહિલસિંહ મુકુન્દસિંહ બ.નં.-૧૫૮૩ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સબ.ઈન્સ. શ્રી વી.બી.રહેવર સા. નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ઉપરોક્ત ગુન્હાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે એક ઈસમ હરખજીના મુવાડા થી દહેગામ તરફ આવનાર છે. જે આધા૨ે પંચો તથા પોલીસના માણસો સાથે રામાજીના છાપરા નજીક ચોર મુદ્દામાલની વોચ તપાસમાં રહી આરોપી પ્રહલાદસિંહ સ/ઓ રતનસિંહ ભીમસિંહ ચૌહાણ ઉ.વ.-૨૫ રહે.-દોઢવાસ, હરખજીના મુવાડા ગામ, તા.દહેગામ, જી.ગાંધીનગર નાને સદર ગુનાના કામે ચોરીમાં ગયેલ યામાહા કંપનીનુ આર વન ફાઇવ મોટરસાઈકલ કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા DAMIO MUSIC SPEAKERS ટેપ (મ્યુઝિક સિસ્ટમ સ્ટીરીયો) જેની હાલની કિ.રૂ.૨,૦૦૦/- મળી કુલ રૂ.૨,૦૨,૦૦૦/- ના ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
= ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947