મૂળ રકમ અને વ્યાજ પ્લોટ વેચીને ચૂકવી દીધા હોવા છતાં હિસાબ બાકી કાઢ્યા
ગુજરાતમાં રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે ઝુંબેશ ચલાવી સરકાર વ્યાજખોરો સામે કડકમાં કડક પગલાં લઈ રહી હોવાનું ગાય-વગાડીને કહેવામાં આવે છે જ્યારે બરવાળા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ તળશીભાઇ ગઢીયા વિરુદ્ધ બરવાળા પોલીસ સ્ટેશનમાં તારીખ 24/7/2023 ના રોજ થયેલ અરજીના વિરુદ્ધમાં બરવાળા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી થઈ નહીં હોવાનું જાણવા મળે છે અને પોલીસ આ બાબતમાં ભીનું સંકેલવાના પ્રયાસો કરતી હોવાનું જાણવા મળેલ છે
બરવાળા પોલીસ દ્વારા બરવાળા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ તળશીભાઇ ગઢીયા વિરુદ્ધ અગાઉ એક અરજી થયેલ છે તેની હજુ કોઈ તપાસ નથી થઈ ત્ત્યાં તો રોજીદ ગામના ખોડાભાઈ જાદવભાઈ પનારા એ આજરોજ તારીખ 28/7/2023 ના રોજ બરવાળા પોલીસ સ્ટેશનમાં સુરેશભાઈ તળશીભાઇ ગઢીયા વિરુદ્ધ બરવાળા પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી કાયદેસરની ફરિયાદ દાખલ કરવા માંગણી કરેલ છે
આ બનાવની હકીકત એવી છે કે રોજીદ ગામના ખોડાભાઈ જાદવભાઈ પનારાએ અરજીમાં જણાવેલ છે કે આજથી દસ વર્ષ પહેલાં એટલે કે 2013માં પૈસાની જરૂરિયાત હોવાથી રોજીદ ગામના સુરેશભાઈ તળશીભાઇ ગઢીયા પાસેથી રૂપિયા 2,50,000 (અઢીલાખ) ત્રણ ટકાના દરે વ્યાજ લીધેલ હતા અને દર માસે વ્યાજની રકમ સમયસર ચૂકવી દેતા હતા. તેમજ 2017માં તેઓની માલિકીનો પ્લોટ વેચાણ કરી મુદ્દલની રકમ પણ સુરેશભાઈ ને ચૂકવી દીધેલ. આ રકમ ચૂકવી આપેલ હોવા છતાં સુરેશભાઈ તેમની પાસે પઠાણી ઉઘરાણી કરી પૈસાની માંગણી કરતા હતા અને ધમકી આપતા હતા કે જો આ વાતનું કોઈને કહીશ તો તારા ટાંટીયા ભાંગી નાખશું અને તેઓ મોટી રાજકીય વર્ગ ધરાવતા હોવાને કારણે અમો ફરિયાદ કરતા ન હતા અને ફરી ધાક-ધમકી આપી ઉઘરાણી કરતા હોવાને કારણે અમોએ બરવાળા પોલીસમાં ફરિયાદ આપેલ છે.
આમ બરવાળા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ તળશીભાઈ ગઢીયા વિરુદ્ધ વ્યાજખોરોની બીજી અરજી થતા રાજકીય માહોલ ગરમાયો છે અને બરવાળા પોલીસ ફરિયાદ દાખલ નહીં કરતી હોવાને કારણે બરવાળા પોલીસ પણ શંકા ના દાયરામાં આવી છે.
આ બનાવને પગલે પ્રથમ અરજી વખતે રાજકીય દબાણના કારણે ફરિયાદ દાખલ નથી થઈ પરંતુ હવે બીજી અરજી થતા પોલીસ ફરિયાદ દાખલ કરે છે કે ભીનું સંકેલી લે છે તેના પર સૌની નજર છે.:
રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947