ખેડૂતની હિસાબ પેટે પાંચ લાખ રૂપિયા જેવી લેણી નીકળતી રકમ આપવાને બદલે વ્યાજ સાથે સામી ઉઘરાણી કરી.
બરવાળા પોલીસ સ્ટેશનમાં તમામ આધાર-પુરાવા અને વિડીયો રેકોર્ડિંગ ના ફૂટેજ હોવા છતાં પોલીસ ફરિયાદ દાખલ કરતી નથી.
દેવીપુજક સમાજ વિશે અપમાનજનક શબ્દો ઉચ્ચારાતા દેવીપુજક સમાજમાં ઉગ્ર રોષ
ગુજરાત રાજ્યમાં વગર વગર લાયસન્સે નાણા ધિરધાર ધાર કરતાં ઈસમો સામે કડક વલણ અપનાવ્યું છે અને જોર શોર થી સરકારના પોલીસ અધિકારીઓ જાહેરાત કરી રહ્યા છે કે આવી કોઈ ફરિયાદ હોય તો વ્યક્તિને સીધો પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા જણાવવામાં આવે છે હજુ ચાર-પાંચ દિવસ પહેલા જ બોટાદ એસપી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે જિલ્લાના કોઈ નાગરિકને ફરિયાદ હોય તો દર સોમવાર-મંગળવારે સવારના 10:30 થી 14:00 સુધી રજૂઆત કરી શકશે પરંતુ જિલ્લા પોલીસ વડાની આ પહેલ નું સુરસુરિયું થઈ જવા પામ્યુ છે
બરવાળા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ તળશીભાઇ ગઢીયા પર બરવાળા તાલુકાના શાહપુર ગામના તેમજ રોજીદ ગામના ઈસમે લીધેલા નાણા પરત આપી દીધા હોવા છતાં ફરી નાણાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા બરવાળા પોલીસ સ્ટેશનમાં અરજી સાથે ફરિયાદ દાખલ કરવાની રજૂઆત કરવા છતાં
બરવાળા પોલીસ સ્ટેશનના બાબુઓનું પેટનું પાણી હલતું નથી અને જાણી જોઈને ફરિયાદ દાખલ કરતા નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે આજરોજ ફરી બરવાળા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ તળશીભાઇ ગઢીયા વિરુદ્ધ ત્રીજી અરજી રોજીદ ના દેવીપૂજક નાગરભાઈ પરસોતમભાઈ કાવીઠીયા દ્વારા બરવાળા પોલીસ સ્ટેશનમાં થતા ફરી રાજકીય માહોલ ગરમાયો છે નાગરભાઈ પરસોત્તમભાઈ કાવિઠીયા દ્વારા આપેલ ફરિયાદ રૂપી અરજીમાં જણાવવામાં આવેલ છે કે સને 2018 માં તેઓએ સુરેશભાઈ તળશીભાઇ ગઢીયા ની જમીન ખેડવા માટે રાખી હતી તે સમયે ખાતર બિયારણ લાવવા રૂપિયા 60,000 (સાંઈઠ હજાર રૂપિયા) તેઓની પાસેથી લીધેલ હતા તેમજ તેમણે તેમના સાળાને પણ બીજી એક જમીન સુરેશભાઈ તળશીભાઇ ગઢીયા પાસેથી વાવવા માટે અપાવેલ હતી અને તે પેટે તેમને રૂપિયા 38,000 (આડત્રીસ હજાર પૂરા) ઉપાડ પેટે લીધેલા હતા. ત્યારબાદ વર્ષના અંતે ખેતીની ઉપજનો હિસાબ કરતા અમો ફરિયાદીને ઉપજ-નીપજ ના રૂપિયા 5,00,000 (પાંચ લાખ પૂરા )સુરેશભાઈ તળશીભાઇ ગઢીયા પાસેથી લેવાના નીકળતા હતા વારંવાર ઉઘરાણી કરતા છતાં સુરેશભાઈ ગઢીયા અમારા હિસાબના નાણા આપવાની આના-કાંની કરતા હતા ત્યાર બાદ અમો સહ પરિવાર જઈને અમારા નીકળતા લેણા ની ઉઘરાણી કરતા.
સુરેશભાઈ ગઢીયાએ અમોને અમારા ભાગના નાણા આપવાને બદલે સામા અમારી પાસેથી વ્યાજનું વ્યાજ ગણી ₹1,14,397 જેવી રકમ તમારે દેવાની થાય છે એમ કહી અમોને રવાના કરી દીધેલ અને કહેલ કે હવે ઉઘરાણી કરશો તો તમારી ખેર નથી આમ તેઓ અવારનવાર ધમકી આપે છે જેના વિડીયો ફૂટેજ પણ છે આ વિડીયો ફૂટેજમાં તેઓ વ્યાજનો ધંધો કરે છે તે સ્વીકારે છે અને સમગ્ર દેવીપુજક સમાજનું અપમાન થાય તેવા બિભત્સ શબ્દો બોલે છે જેને પરિણામે આગામી દિવસોમાં દેવીપુજક સમાજમાં આ વાત પ્રસરી જતા દેવીપુજક સમાજ પણ રોષે ભરાયો છે અને આગામી દિવસોમાં રેલી અને ધરણા જેવા કાર્યક્રમો આપવાનો તખ્તો ઘડાઈ રહ્યા છે
આમ બરવાળા પોલીસ અગાઉની બે અરજી મુદ્દે પણ એફ.આઇ.આર નથી નોંધી અને આજે તમામ વીડિયો ફૂટેજ સાથેના સ્પષ્ટ પુરાવા હોવા છતાં પણ ફરિયાદ નહીં નોંધતા. બરવાળા પોલીસ સુરેશભાઈ તળશીભાઇ ગઢીયા ના આવા કાળા કરતુતો ને શા માટે છાવરી રહી છે તે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બનેલ છે. ત્રણ-ત્રણ અરજીઓ તાલુકા ભાજપ પ્રમુખ વિરુદ્ધ થયેલ હોવા છતાં જિલ્લા ભાજપના આગેવાનો પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી.આગામી દિવસોમાં આ ઘટનાને પગલે નવાજૂની ના અંધાણ વર્તાઈ રહ્યા છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947