➡️સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ-2 અંતર્ગત ODF થયેલ ગામો ને ODF PLUS MODEL ગામો નું સાતત્ય જળવાઈ રહે તે બાબતે ઘન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપણ હેઠળ ઘરે-ઘરે નીકળતા ગંધા પાણીના નિકાલ માટે સામુહિક શોકપીટ તેમજ ઘરે-ઘરે થી એકત્રિત થયેલ ઘન કચરા ને વર્ગીકૃત કરી જૈવિક કચરાનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે સામુહિક કમ્પોસ્ટ પીટ અને તેમાંથી નીકળતા પ્લાસ્ટિક, રબર, મેટલ જેવા તમામ કચરાના નિકાલ માટે સેગ્રીકેશન શેડનું ધનસુરા તાલુકાના સમગ્ર ગામે ચાલતો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘન કચરાના વ્યવસ્થાપણ માટે ખિલોડીયા ગ્રામ પંચાયત વિસ્તારના અલવા અને ખિલોડીયા ગામે જિલ્લા સદસ્યશ્રી કાળીબેન રબારી અને ખિલોડીયા સરપંચશ્રી એસ.એસ.વાઘેલા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, ખાતમુહૂર્તમાં સ્કૂલના આચાર્યશ્રી કાળુસિંહ ચૌહાણ, તલાટીશ્રી નિકિતાબેન પટેલ, તેમજ ગામના મોટા આગેવાનો હાજર રહ્યા હતા.
અહેવાલ : મેહુલસિંહ પરમાર-ધનસુરા(અરવલ્લી)
= ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947