મુસાફરોની સુવિધા માટે અને ટ્રેનોમાં વધારાનો ધસારો ઘટાડવા પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર-ગાંધીગ્રામ વચ્ચે વિશેષ ભાડા પર દરરોજ સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. ભાવનગર રેલવે ડિવિઝનના સિનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર – ગાંધીગ્રામ – ભાવનગર દૈનિક સમર સ્પેશિયલ ટ્રેન (09216/09215)ને 01 ઑગસ્ટ 2023થી આગામી 90 દિવસ માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભાવનગર – ગાંધીગ્રામ દૈનિક સમર સ્પેશિયલ ટ્રેન (09216) ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દરરોજ 17.00 કલાકે ઉપડે છે અને 21.40 કલાકે ગાંધીગ્રામ સ્ટેશન પહોંચે છે. તેવી જ રીતે, વળતી દિશામાં, ગાંધીગ્રામ-ભાવનગર દૈનિક સમર સ્પેશિયલ ટ્રેન (09215) ગાંધીગ્રામ સ્ટેશનથી દરરોજ 06.35 કલાકે ઉપડે છે અને ભાવનગર ટર્મિનસ 11.15 કલાકે પહોંચે છે. આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા, સરખેજ અને વસ્ત્રાપુર સ્ટેશનો પર ઉભી રહે છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
: = ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947