બોટાદ, 1 ઓગસ્ટ, 2023: ઓમ બારૈયા ના પાવર પ્રોજેક્ટ ‘નમું હનુમાન”નું ટીઝર તાજેતરમાં જ રિલીઝ થયું હતું અને રામભક્તો આતુરતાથી આ સ્પિરીચ્યુઅલ સોંગની રાહ જોઈ રહ્યાં હતા.. અરવિંદ બારૈયા દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ગીત જીગરદાન ગઢવી અને દેવરાજ ગઢવી (નાનો ડેરો)ના અવાજમાં સ્વરબદ્ધ કરાયેલું છે જેને 1 ઓગસ્ટ, 2023ના રોજ ઓમ બારૈયા ની ઉપસ્થિતિમાં બોટાદના સારંગપુર હનુમાનજી મંદિર ખાતે લોન્ચ કરાયું હતું. આ સોન્ગ નું સંપૂર્ણ શૂટિંગ વિશ્વ પ્રખ્યાત અને વિશાળ હનુમાનજી ની પ્રતિમા સમક્ષ કરવામાં આવ્યું છે જે સૌ પ્રથમ ગીત છે.
ઓમ બારૈયા નું કહેવું છે કે આ તેમના પૂજનીય દેવતાને સમર્પિત પ્રોજેક્ટ છે કારણ કે જ્યાં પણ ભગવાન રામની વાત છે, ત્યાં હનુમાનજીનો ઉલ્લેખ ના હોય તે તો શક્ય જ નથી. ‘નમું હનુમાન’ ગીત સંગીતમય અને આધ્યાત્મિક પ્રવાસનું વચન આપે છે જેની સાથે લોકો જોડાશે. “નમું હનુમાન” તેમના હૃદયની ખૂબ નજીક છે. આ તેમના માટે અવિશ્વસનીય પ્રવાસ રહ્યો છે. તેમને આશા છે કે “નમું હનુમાન” લોકોના હૃદયને સ્પર્શશે અને પરમાત્મામાં તેમની શ્રદ્ધા મજબૂત કરશે.”
ટીઝરમાં હનુમાનજીની ભવ્ય મૂર્તિ દર્શાવવામાં આવી છે, જે દિવ્યતા અને શક્તિની આભા પ્રગટાવે છે, જ્યારે ઓમ બારૈયા , પરંપરાગત કુર્તામાં સજ્જ છે જેમાં હનુમાનજીની છબી અંકિત છે, તેમને આદરણીય દેવતાના પ્રોજેક્ટને અત્યંત ભક્તિ સાથે ઉજવતા બતાવવામાં આવ્યા છે.
આ ગીતમાં મિલિંદ ગઢવીના ગહન શબ્દો અર્થોથી ભરપૂર છે, તો રાહુલ મુંજારિયાએ તેને સંગીતમાં પરોવ્યું છે. મિલન જોશીનું એડિટિંગ અને ડિરેક્શન આ ગીતને વધુ સારું બનાવે છે. તેમાં વિજુ પટેલ પ્રોડક્શન હેડ અને ડીઓપી જયેશ કૌશિક છે. આ ગીતનું મિક્સ અને માસ્ટર્ડ રાકેશ મુંજારિયા દ્વારા કરાયું છે. એસોશિએટ ડિરેક્ટર કૃતજ્ઞ રાઠોડ, ફર્સ્ટ એ.ડી. કલ્પેશ આહીર, આર્ટ સાહિલ વાઘાણી, માનવ રાઠોડ તથા ડ્રોન નવનીત ભલાલા, સ્ટીલ ફોટોગ્રાફી કુલદીપ મકવાણા, માર્કેટિંગ રવિ શિયાની, કેમેરા ઓપરેટર પિયુષ ભુવા, શશી પટેલ, પોસ્ટ પ્રોડક્શન ફિલ્મ પટારો, કોસ્ચ્યુમ ગોલ્ડન ધાગા તથા પીઆર દર્શન બુધરાની દ્વારા કરવામાં આવ્યું છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
= ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947