ભારતીય ટપાલ વિભાગ દ્વારા શ્રમિકો માટે ખાસ વીમા કવચ એટલે અંત્યોદય શ્રમિક સુરક્ષા વીમા યોજના. આ યોજના હેઠળ શ્રમયોગી (શ્રમિકો)ને વીમારૂપી કવચથી સુરક્ષિત કરવા માટે પોસ્ટ વિભાગ બોટાદ જિલ્લાના તમામ શ્રમિકો ને ગામે ગામ જઈ રૂબરૂ મળી આ યોજનાનો લાભ આપી રહ્યા છે.
શ્રમિકો અલગ-અલગ જગ્યાએ પોતાના જીવના જોખમે કામ કરતા હોય છે, જેથી તેઓને એક અભેદ્ય સુરક્ષા કવચ પૂરું પાડવા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેન્ક અને શ્રમ વિભાગ દ્વારા અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના અમલી બનાવી છે.
આ યોજના હેઠળ બોટાદ જિલ્લાને ૨૦૦૦ વિમાના લક્ષ સામે ૨૦૦ થી પણ વધુ શ્રમિકોને આ લાભ આપી દેવામાં આવેલ છે. હાલાં બોટાદ જિલ્લામાં રવિવાર ના દિવસે પણ પોસ્ટ વિભાગ દ્વારા અલગ અલગ સ્થળ પર કેમ્પ કરવામાં આવી રહ્યા છે.
શ્રમયોગીઓને વીમારૂપી વચથી રક્ષિત કરવા માટે ખાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આથી બોટાદ જિલ્લાના તમામ શ્રમિક કે જેઓએ અત્યાર સુધી આ યોજના નો લાભ લીધેલ ન હોય તેઓ આજે જ નજીકની પોસ્ટ ઓફિસમાં જઇ આ પોતાનું અને તેમના પરિવારને આર્થિક રીતે મજુબત કરે. જેમાં ૧૦ લાખના વીમાં માટે રૂપિયા ૪૯૯ અને પ લાખના વીમા માટે રૂપિયા ૨૮૯ – ચૂકવવાના રહેશે. કોઈ કાગળ કે પેન ની જરૂર નથી ફક્ત આધાર નંબર અને જણાવેલ રકમ આપવાથી આ વીમો તમે મેળવી શકશો. બોટાદ જિલ્લા ની સમગ્ર જનતા ને વિનંતી છે કે આપની આજુબાજુ, આપના કામના સ્થળ પર, કારખાના, દુકાન, કે અન્ય કોઇ પણ સ્થળ પર શ્રમિક હોય તો તેમને આ વીમો લેવડાવી નૈતિક ફરજનું ઉદાહરણ પૂરું પાડવું.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
= ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947