આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વના અવસરે માતૃભૂમિના વીર-વીરાંગનાઓ અને રાષ્ટ્રની માટીને વંદન કરવાના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આગામી તા. ૦૯ ઓગસ્ટ, ૨૦૨૩થી તા. ૩૦ ઓગસ્ટ, ૨૦૨૩ દરમિયાન સમગ્ર દેશમાં ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ તબક્કામાં તા.૦૯ થી તા.૧૫ ઓગસ્ટ,૨૦૨૩ દરમિયાન પંચાયત સ્તરે અને તા.૧૫ થી તા.૩૦ ઓગસ્ટ, ૨૦૨૩ સુધીમાં બ્લોક અને નગરપાલિકા સ્તરના કાર્યક્રમો યોજાશે.
‘મારી માટી, મારો દેશ’ અભિયાન અન્વયે બોટાદ જિલ્લામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. ત્યારે બોટાદ જિલ્લાનાં તમામ તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા કલા-કૌશલ્ય થકી અવનવાં રંગ-સુશોભનથી સુસજ્જ દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા “વીર શહીદ અમર રહો, મારી માટી, મારો દેશ” સહિતના સૂત્રો લખી માટીના કળશ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
= ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947