સરકારશ્રીની જનકલ્યાણકારી યોજનાઓ અનેક નાગરિકો માટે આશિર્વાદરૂપ બની રહી છે
બોટાદના ૬૨ વર્ષીય સિનીયર સિટીજન અને આશરે બે મહિના પહેલા જેલ પોલીસ માંથી નિવૃત થયેલ અરજદાર પોતે અપરણિત હોવાથી તેમના નાનાભાઈ-ભાભી સાથે રહેતા હતાં. અરજદાર નિવૃત્ત હોવાથી પેંન્શનનો લાભ મળતો હતો જેમાંથી તેમના નાનાભાઇના ઘરનું ભરણપોષણ કરતા હતાં. સમય જતા ભાભી દ્વારા અરજદારના તમામ ડોક્યુમેન્ટ,બેંક એકાઉન્ટની પાસ બુક, ઓળખકાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ, ફિક્સ ડિપોઝિટની રસીદ, એટીએમ કાર્ડ, પેંશન બુક સહિતના સાધનિક દસ્તાવેજી કાગળો ભાભીએ લઇ લધા હતાં ત્યારબાદ અરજદાર સાથે વારંવાર ઝગડો કરી, અપશબ્દો બોલી, અરજદારને સતત હડધૂત કરી ઘરની બહાર કાઢી મુક્યાં હતાં જેથી કંટાળી અરજદાર તેમના બહેનના ઘરે રહેવા જતા રહ્યાં હતાં.
પરંતુ અરજદારને હયાતીનુ ફ્રોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટની ખાસ જરૂર હતી પરંતુ અરજદારે ભાભીને ડોક્યુમેન્ટ પાછા આપી દેવા વારંવાર સમજાવતાં હતાં પરંતુ અંતે થાકી, હારીને અરજદાર બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર પર જઇને આ બાબતની અરજી કરી કાઉન્સેલર રિનાબેન વ્યાસ અને રિંકલબેન મકવાણાને આ બાબતની સઘળી હકીકત કહી હતી.
આ બાબતની ગંભીરતા સમજી અરજદારના ભાભી સાથે વ્યક્તિગત તેમજ જૂથ મિટિંગમાં કાઉન્સેલિંગ દરમ્યાન ડોક્યુમેન્ટ બાબતે કાયદાકીય માહિતી માર્ગદર્શન આપ્યું હતું કાઉન્સેલિંગની વાતા ઘાટો તેમજ દરમ્યાનગીરીના અંતે અરદારના ભાભી દ્વારા અરજદારના અરજીમાં લખાવ્યા પ્રમાણેના તમામ ડોક્યુમેન્ટ રાજીખુશીથી પાછા આપી દીધેલ અરજદારને ડોક્યુમેન્ટથી પેંન્શનનો હયાતીનો પુરાવો સમયસર મળી જતાં અરજદારે બોટાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરનો આભારવ્યક્ત કર્યો હતો. તેમજ ગુજરાત અને કેન્દ્ર સરકારશ્રીની જનકલ્યાણકારી યોજનાઓ અનેક નાગરિકો માટે આશિર્વાદરૂપ બની રહી હોવાનું જણાવ્યું હતું.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
= ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947