➡️ધનસુરા તાલુકાના ખિલોડીયા ગામે આઝાદી કા અમૃત મહોત્સવ મેરી મિટ્ટી મેરા દેશ નો કાર્યક્રમ યોજાયો જેમાં સૌ પ્રથમ ખિલોડીયા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી ત્યારબાદ બાળકો અને ગ્રામજનો દ્વારા 75 દિવા પ્રગટાવવામાં આવ્યા હતા અને ધનસુરા વનરક્ષક અધિકારીશ્રી સિદ્ધાર્થ ચૌધરી(આર.એફ.ઓ), અને કિશનસિંહ ઝાલા(ફોરેસ્ટ) અને ખિલોડીયા સરપંચશ્રી એસ.સંજયસિંહ વાઘેલા, ઉપ સરપંચશ્રી પ્રફુલભાઇ પટેલ, તલાટીશ્રી નિકીતાબેન, ગ્રામસેવક મિતેશભાઈ, રેવેન્યુ તલાટીશ્રી મનીષભાઈ, સ્કૂલના શિક્ષકોશ્રી, પંચાયતના સ્ટાફ દેવેન્દ્રસિંહ, અલ્પેશસિંહ તથા કે.કે.મકવાણા(રિટાયર્ડ – મુખ્ય કારકુન પોલીસ અધિકારી), ગ્રામજનો તથા શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દીવડા અને હાથમા માટી લઇ શીલાફલકમ પંચપ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી,ભારત દેશની સ્વતંત્રતા માટે બલિદાન આપનાર વીરોને યાદકરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી, સેલ્ફી ફોટા પાડી ઓફીસીઅલલિંક પર ફોટા અપલોડ કરી પોતાનું સર્ટિફિકેટ કાર્ડ મેળવ્યું હતું, ત્યારબાદ વસુધાવંદન પંચાયત ખાતે ગ્રામજનો અને અધિકારી સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું.
અહેવાલ: મેહુલસિંહ પરમાર
= ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947