બોટાદ જિલ્લાના સરવા, બોડી તથા હડદડ સહિતના ગામના લોકો ઉત્સાહપૂર્વક “મારી માટી, મારો દેશ” અભિયાનમાં સહભાગી બન્યા
ગર્વાન્વિત ચહેરાઓ, રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાયેલા આ લોકો છે બોટાદ જિલ્લાના સરવા, બોડી તથા હડદડ સહિતના ગામના…“મારી માટી, મારો દેશ-માટીને નમન, વીરોને વંદન” થીમ અંતર્ગત સમગ્ર બોટાદ જિલ્લો દેશભક્તિમાં જાણે લીન થયો હોય તેવા દ્રશ્યો દરેક ગામમાં જોવા મળી રહ્યા છે.
ગામના બાળકો હોય કે વૃદ્ધો, યુવાનો હોય કે મહિલાઓ…સૌ કોઈ ઉત્સાહપૂર્વક “મારી માટી, મારો દેશ” અભિયાનમાં જોડાઈ રહ્યા છે. જન-જન સુધી દેશના વીર શહીદોની શૌર્ય ગાથા પ્રસરે તે હેતુથી સરકારશ્રીના અભિયાનને બોટાદ જિલ્લામાં બહોળો જનપ્રતિસાદ મળી રહ્યો છે. સરવા, બોડી તથા હડદડ સહિતના ગામની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ ગામનાં શહિદો, વીર જવાનો, આર્મીમાં ફરજ બજાવતાં કર્મવીરોનાં પરિવારજનોને આ કાર્યક્રમમાં સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.
‘મારી માટી, મારો દેશ’ અભિયાન હેઠળ રાજ્યભરમાં પ્રભાત ફેરી, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી, ચિત્ર સ્પર્ધા, શાળાઓમાં વીર-વીરાંગનાઓની ગાથાનું વર્ણન, પોલીસ વિભાગ દ્વારા વિશેષ ફ્લેગમાર્ચ સહિતના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા