સરકારી કોન્ટ્રાકટરો જો આવું કામ કરેશે તો સરકારની જનતા કેવી રીતે ચાલશે
➡️ધનસુરાના રમણા ગ્રામપંચાયત વિસ્તારના ખોખરના મુવાડા ગામે 3-4 વર્ષ અગાઉ એક ચોક વચ્ચે મોટા થાંભલા વારી સ્ટેટલાઈટ લગાવવામાં આવી હતી, થોડાક દિવસો બાદ તે સ્ટેટલાઈટ બંદ કરી દેવામાં આવી હતી, જેનું મુખ્ય કારણ તે હતું કે તે થાંભલામાં મીટર લગાવવા આવ્યું ન હતું અને વિધુતબોર્ડની જાણ બહાર ડાઇરેક્ટ લાઈટ ચાલુ કરવામાં આવી હતી, મીટરનું ખોખું તો છે પણ રીડિંગ મીટર અંદર નથી, રોજ ડાઇરેક્ટ કોણ લાઈટ કરે તે મોટો પ્રશ્ન હતો લગાવ્યાના થોડાક દિવસો બાદ સ્ટેટલાઈટ આજ સુધી બંધ રહી છે અને થાંભલાને કાટ પણ આવી ગયો છે અને નીચે લાલ અક્ષરથી લખવામાં આવ્યું છે કે ખતરો લાઈટના થાંભલાને અડવું નહી, સ્ટેટલાઈટ ને તો પહેલા ચાલુ કરો પસી કહો લાઈટના થાંભલાને અડવું નથી એમ, આ સરકારી કોન્ટ્રાકટર ની હેઠળ લગાવવામાં આવ્યો છે જે ક્રિષ્ના કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા લગાવવામાં આવ્યો છે, જો સરકારી કોન્ટ્રાકટરો જ આવું કરતા હોય તો પ્રજાને કેવી રીતે લાભો થશે ખાલી શોભાના ગાંઠિયા હોય તેમ ઉભું કરી દેવામાં આવ્યું છે, ગામમાં થાંભલે-થાંભલ પણ સ્ટેટલાઈટ લગાવવા આવી છે તે પણ બંદ હાલતમાં જોવા મળી રહી છે તો પસી ગ્રામજનો નો આક્ષેપ છે કે જો ખાલી કેવા ખાતર અને જોવા ખાતર લગાવવામાં આવતું હોય તો ના લગાવો ખોટું અમારા ગામનું નામ બદનામ ના કરો કે ખોખરના મુવાડા ગામે સ્ટેટલાઈટ નાખવામાં આવી છે તેમ, ગ્રામજનો ને લાભ આપો તો સરખો લાભ આપો અને પૂરતો લાભ આપો.
અહેવાલ : મેહુલસિંહ પરમાર -ધનસુરા(અરવલ્લી)
= ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947