રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર
બોટાદની સ્વાતંત્ર્ય સંગ્રામની ધરોહર સમાન રાણપુરમાં આઝાદીના લડવૈયા એકઠા થઇ ચર્ચાઓ કરતાં
આઝાદીના સમયે અનેક સત્યાગ્રહોનું સાક્ષી બનેલું રાણપુર
આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે વાત કરીયે રાણપુરના અમૃત ભૂતકાળની
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનું નામ આઝાદીની ચળવળમાં સુવર્ણ અક્ષરે કંડારેલું છે. આ ગામ સાથે અનેક સત્યાગ્રહો જોડાયેલા છે ત્યારે આજે આપણે આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે “મારી માટી, મારો દેશ કાર્યક્રમ” ઉજવણી ગૌરવપૂર્વક થઈ રહી છે ત્યારે આજે વાત કરીયે રાણપુરના અમૃત ભૂતકાળની.
રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ એટલે રાણપુર, ક્રાંતિકારી લડતમાં અમૂલ્ય યોગદાન આપનાર સૌરાષ્ટ્રના સૌપ્રથમ દૈનિક “સૌરાષ્ટ્ર” એટલે કે આજના ફૂલછાબની જન્મભૂમિ એટલે રાણપુર, અનેક સત્યાગ્રહોનું પ્રારંભસ્થાન એટલે રાણપુર, આઝાદી મેળવવા માટે લડત લડવા થયેલી અનેક ચર્ચાઓનું મુકામ એટલે રાણપુર.
દેશભરમાં હાલ આઝાદીનાં અમૃત મહોત્સવની ગૌરવભેર ઉજવણી થઈ રહી છે, આ વર્ષે સ્વતંત્રતા પર્વ નિમિત્તે “હર ઘર તિરંગા” અભિયાનને પણ સમગ્ર દેશવાસીઓએ હરખભેર વધાવ્યું છે ત્યારે રાણપુરની વાત તો કરવી જ પડે. આ સ્થળે એક લીમડાના વૃક્ષ હેઠળ બેસી શ્રી ઝવેરચંદ મેઘાણીએ અનેક શોર્યગીતો અને આઝાદી માટે જોમ અને જુસ્સો જન્માવતાં લેખો લખ્યાં હતા. આ જ ગામનાં સ્મશાનમાં બેસી આઝાદીના લડવૈયાઓએ સ્વતંત્રતા મેળવવા પોતાની આહુતિ આપી દેવાનાં શપથ લીધા હતા. અહીંથી જ સૌરાષ્ટ્ર અખબારના સ્થાપક અમૃતલાલ શેઠ અને તેમની સાથેના ક્રાંતિવિરોએ સત્યાગ્રહનો આરંભ કર્યો હતો. રાણપુર ખાતે કાર્યરત ખાદી ગ્રામોદ્યોગ ભંડાર આજે પણ આ ગામનાં ભવ્ય ભૂતકાળની પ્રતીતિ કરાવે છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
= ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947