➡️ધનસુરા તાલુકાના પાંચકુહાડા ગામના વતની કાળીબેન રાજુસિંહ પરમાર ઘર પાછળ કામ કરતા હતા ત્યારે તેમના ઘરે સાપ નીકયો અને તેમના જમણાં પગની આંગળી પર સાપે દંશ દીધો હતો, ત્યારે કાળીબેન બુમા-બુમ કરતા આજુબાજુના માણસો દોડી આવ્યા હતા જેમને પ્રાઇવેટ ગાડીમાં કાળીબેન ને નજીકના સાર્વજનિક હોસ્પિટલ-ધનસુરા ખાતે લઇ જવાયા હતા, ત્યાં થી ડૉક્ટર દ્વારા જણાવ્યા મુજબ વાત્રક હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા તેમની હાલત નાજુક હતી જેથી ICU ભરતી કરવામાં આવ્યા હતા હોસ્પિટલ નો ખર્ચો આશરે 40000/- થયો હતો, કાળીબેનનો પરિવાર આર્થિક પરિસ્થિતિ ગરીબ હોવાથી મેટરકિંગ ગ્રુપ ધનસુરા-અરવલ્લી ને જાણ થતા, મેટરકિંગ ગ્રુપ દ્વારા તેમના પરિવારની મુલાકાત લઈ તારીખ 08/09//2023 ના રોજ હોસ્પીટલમાંથી રજા મળી ત્યારે મેટર કિંગ ગ્રુપ ના સંચાલકો દ્વારા મેડિકલ તેમજ હોસ્પીટલનું બિલ ભરવા 26000/- ની આર્થિક સહાય કરી મદદ કરી સાથે હોસ્પિટલનું અમુક બિલ પણ માફ કરાવ્યું. પરિવાર ને મદદ રૂપ થઈ માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, કાળીબેનના પરિવાર દ્વારા મેટરકિંગ ગ્રુપ અરવલ્લીનો ખુબ-ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ : મેહુલસિંહ પરમાર(ધનસુરા-અરવલ્લી)