આજરોજ તલોદ તાલુકામાં આવેલા ખેડૂત ખાતેદારોના વણ ઉકલા પ્રશ્નોની છણાવટ કરવા માટે તા ૨૭/૯/૨૦૨૩ ને બુધવારના રોજ સ્વાગત કાર્યક્રમમાં જે તે પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે તે માટે તલોદ તાલુકા ભારતીય કિસાન સંઘ સમિતિના કારોબારી સભ્યશ્રીઓ તેમજ દરેક ગામ સમિતિના પ્રમુખ કાર્યકર્તાઓ હાજર થઈ મામલતદાર સાહેબ શ્રી ને 12 મુદ્દા નું આવેદાન પત્ર આપવામાં આવેલ છે જેમાં મુખ્ય મુદ્દો ગત માર્ચ એપ્રિલ મહિનામાં બટાકાના બજારમાં ભાવ નીચા હોવાથી જે ખેડૂત ખાતેદારોએ સ્ટોરેજ કરેલ બટાકાના એક કિલોએ એક રૂપિયા લેખે ૫૦ કિલો ના કટ્ટા ના રૂપિયા ૫૦ લેખે એક ખેડૂતને વધુમાં વધુ ૬૦૦ કટ્ટાનું સબસીડી પેટે સહાય ચૂકવવાની સરકાર શ્રી એ જાહેરાત કરેલ હતી તેમાં તલોદ તાલુકાના મોટાભાગના ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી રજીસ્ટ્રેશન કરાવી હતી અને જે તે કચેરીએ મોકલી આપવામાં આવેલ હતી પરંતુ બાગાયત ખાતા તરફથી જે ચુકવણી કરવામાં આવી છે તેમાં હજુ 25% જેટલા ખેડૂત ખાતેદારો બાકી છે જ્યારે સહકાર વિભાગમાં રજીસ્ટાર સાહેબ શ્રી ની કચેરીએ જાણવા મળ્યું છે તે
મુજબ કોઈપણ ખેડૂતને સહાય ચૂકવવામાં આવેલ નથી અને તલોદ તાલુકાના ખેડૂતોની અરજી ગમે તે કોઈ કારણસર પાવતી ના અભાવે કે બજારમાં સ્ટોરેજની કાંટા પાવતીના અભાવે ગમે તે કારણસર આગળ ધરી અને નન્નોયો ભળાવતા છેવટે આજે ખેડૂત ખાતેદારો ભેગા થઈ મામલતદાર સાહેબ શ્રી ને આવીદનપત્ર આપેલ છે આ બાબતે સરકારશ્રીમાં રજૂઆત કરી ખેડૂતોને ન્યાય અપાવવામાં આવે તેવી લાગણી સાથે માગણી વ્યક્ત કરવામાં આવેલ હતી જેમાં ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ દરેક ખેડૂતોએ આજે મામલતદાર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપેલ છે અને જો આ બાબતે સરકાર કંઈક નિર્ણય નહીં કરે તો ન છૂટકે ખેડૂતો ધરણાનો કાર્યક્રમ આપી ન્યાય મેળવવા માટે ગાંધી જીત્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
રિપોર્ટર :દિલીપસિંહ બી ઝાલા તલોદ