*છેલ્લા કેટલાય વર્ષથી આંગણવાડીની વ્યવસ્થા ન હોવાથી આંગણવાડીના બાળકો બહાર બેસી ભણવા મજબૂર*
➡️ધનસુરા તાલુકાના વખતપુરા ગામે આંગણવાડીનું મકાન વરસાદી માહોલ ના કારણે આંગણવાડીનું જૂનું મકાન હોવાથી ધરાશય થયું હતું, વડાગામ નજીક આવેલા ખિલોડીયા ગામની આંગણવાડીનું મકાન પણ ઝર્ઝરિત હાલતમાં બાળકોને ભણાવા મુશ્કેલ, સરકાર એક બાજુ વિકાસ ના કામોની મોટી-મોટી વાતો કરે છે અને એક બાજુ બાળકો માટે બેસવા માટે ઓરડો નથી, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તેમજ સરકાર દ્વારા બાળકોને ભણાવવા માટે અપીલ પણ કરવામાં આવતી હોય છે, શિયાળો, ઉનાળો કે ચોમાસુ, અહિયાં આ જ રીતે અભ્યાસના કારણે ખૂબ મુશ્કેલી પડે છે, બાળકો માટે નવી આંગણવાડી જલ્દી બને તેવી વાલીઓની માંગ છે.
અહેવાલ : મેહુલસિંહ પરમાર ધનસુરા અરવલ્લી