અને ફક્ત 23 વરસ ની નાની ઉંમરે દેશ માટે બલિદાન આપી ભારત ના લોકો માટે આઝાદી ની મિશાલ બન્યા હતા
જેમનું યોગદાન દેશ ક્યારે પણ ભૂલી શકે એમ નથી
આજે તેમના જન્મ દિન નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત
રાજ્ય યુવા બોર્ડ ધનસુરા અને વંદે માતરમ્ એકેડમી ધનસુરા ના સંયુક્ત કાર્યક્રમ દ્વારા ગારૂડી આશ્રમ શાળા ના બાળકો ને લસ્સી પીવડાવવામાં આવી અને બાળકો ને મહાન વીર ભગતસિંહ વિશે માહિતગાર કરી તેમના બલિદાન નું ભારત માટે કેટલું મહત્ત્વ છે તે વિશે સમજ આપવામાં આવી
જેમાં વંદે માતરમ્ એકેડમી ના સંજયભાઈ શર્મા (આર્મી મેન) અરવલ્લી યુવા મોર્ચા ના મહામંત્રી અવધેશભાઈ, જીગરભાઈ, ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ધનસુરા તાલુકાના સંયોજક હિમાંશુભાઈ, વિશ્વ પટેલ, પાર્થ પંચાલ, અક્ષ પંચાલ, હર્ષરાજ સિંહ હાજર રહ્યાં હતા
અહેવાલ:- મેહુલસિંહ પરમાર ધનસુરા અરવલ્લી