અરવલ્લી
- બાયડ
પોતાને અને પરિવારને બંદૂક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપનારા ગામના જ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ઘરેથી નીકળવું મુશ્કેલ કરી દીધું હોવાનો વિડીયો માં ઉલ્લેખ….
ગોતાપુર(ડુંગરી)ના કૃષ્ણ સિંહ ઉર્ફે શ્યામબાપુ ઝાલા ની ભેંસો ફરિયાદી મહિલાના ખેતરમાં ઘુસી ગયા બાદ ભેંસોને બહાર કાઢવા બાબતે થઈ હતી તકરાર…..
તકરાર માં કૃષ્ણ સિંહ ઝાલા અને તેમના પત્ની મીનાબા એ ફરિયાદીના પરિવાર ને અભદ્ર ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા બંદૂક બતાવી હોવાનો ફરિયાદી નો આક્ષેપ….
સાઠંબા પોલીસે સરિતાકુંવરબા અજયસિંહ ઝાલા ની ફરિયાદ આધારે ઇપીકો.. 504,506(2),507,114 મુજબ ગોતાપુર(ડુંગરી)ના કૃષ્ણ સિંહ ઉર્ફે શ્યામબાપુ ઝાલા અને મીનાબા કૃષ્ણસિંહ ઝાલા સામે 25 સપ્ટેમ્બર ના રોજ ગુનો નોંધ્યો….
ફરિયાદ કર્યાના બીજા દિવસે ફરિયાદી ના ઘર તરફનો સરકારી માર્ગ તેમજ ઘર ફરતે નો વિસ્તાર જેસીબી વડે કૃષ્ણ સિંહ દ્વારા ખોદી નાખવામાં આવ્યો હોવાનું ફરિયાદી એ જણાવ્યું….
ફરિયાદી સરિતાકુંવર એ જિલ્લા પોલીસ વડાની ટેલિફોનિક મદદ માંગી જિલ્લા કલેકટર, ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને વડાપ્રધાન ને ઉદ્દેશી ને વિડીયો દ્વારા પોતાને કે પરિવાર ને જાન માલ નું કોઈ પણ નુકસાન થશે તેવી ભીતિ દર્શાવી પરિવાર ની સુરક્ષા માટે અપીલ કરી…..
મહિલા એ વાયરલ કરેલા વિડીયો અને સામા પક્ષની કનડગત કહેતી કેફીયત થી સમગ્ર જિલ્લા મા ચકચાર મચી. મીનાબા કુષ્ણ સિંહ ઝાલા પોતે બાયડ તાલુકા પંચાયત ભાજપ ના સદસ્ય ચાલુ હોઈ ફરિયાદ ને તમારે જે કરવું હોય તે કરી લો સરકારી અમારી છે અમારી સામે કોઈ કાર્યવાહી નહિ થાય તેવું પણ. કહેતા હોવાનુ ફરિયાદી. સરિતા કુંવરબા એ જણાવ્યું……
રિપોર્ટર આશિષ નાયી બાયડ