આજ રોજ તા.૦૪/૧૦/૨૦૨૩ ના રોજ સર્વેલન્સ સ્કોડના માણસો તલોદ ટાઉન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન એ.એસ.આઇ. જયપાલસિહ તથા અ.પો.કો. અશોકકુમાર નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, એક ઇસમ જેને બદને વાદળી કાળા કલરનુ આખી બાંયનુ ચેક્સ શર્ટ તથા કાળા કલરનો પેન્ટ પહેરેલ છે જે તલોદ બજારમા મોબાઇલની દુકાનોમા એક સેમસંગ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ વેચાણ કરવા સારૂ પુછપરછ કરે છે અને સદરી ઇસમ હાલ તલોદ ટાવર ખાતે ઉભો હોય જે હકિકત આધારે સદરી જગ્યાએ જઇ ઉપરોક્ત ઇસમને કોર્ડન કરી પકડી તેનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ જયેન્દ્રસિહ મહેન્દ્રસિહ મકવાણા રહે.પ્રાંતિજ મોટોવાસ જુના બસ સ્ટેન્ડ પાછળ તા.પ્રાંતિજ જી.સાબરકાંઠા હાલ રહે.આંત્રોલી પુંજાજીવાસ તા.તલોદ જી.સાબરકાંઠાનો હોવાનુ જણાવેલ અને સદરી ઇસમને પોલીસ સ્ટેશન ખાતે લાવી યુક્તીપ્રયુક્તીથી પુછપરછ કરતા ઉપરોક્ત મોબાઇલ ફોન આજથી ત્રણેક મહીના અગાઉ રાત્રીના સમયે ગ્રોસપીન કંપનીમાથી ચોરી કરેલાની કબુલાત કરેલ જે તલોદ એ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે. અને સદર પકડાયેલ ઇસમને ચોરીમા ગયેલ એક સેમસંગ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ કિંમત રૂપિયા.૧૦,૦૦૦/-ની ગણી કબ્જે કરી આરોપીને પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
આમ તલોદ પોલીસ સ્ટાફ ઘ્વારા ચોરીનો ભેદ ઉકેલી પ્રશંશનીય કામગીરી કરેલ છે.
રિપોર્ટર :દિલીપસિંહ બી ઝાલા તલોદ