➡️ધનસુરા તાલુકાના પોયડા ગામે આજરોજ આર્મીમાં ફરજ બજાવતા પરમાર કિરીટભાઈ ભિખાભાઈ જેઓ આર્મીમાં 18 વર્ષ નોકરી કરી માં-ભોમની રક્ષા કરીને સવારે ઘરે પોતાના વતન ફરતા મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા ફુલહાર થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, પોયડાના બસ સ્ટેન્ડ થી પોતાના ગામ સુધી ડીજેના તાલે વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં સગાવાલા અને ગ્રામજનો અને આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમાં પોયડા ગામના ભારતીય જનતા પાર્ટીના અગ્રણી અને તાલુકા સદસ્યશ્રી હિંમતસિંહ ચૌહાણ દ્વારા પણ આર્મી જવાનને ફુલહાર સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું, જેમાં પૂર્વ સરપંચ ચમાર જગદીશભાઈ બબાભાઈ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા, અને દરેકમાં ખુશીનો માહોલ જોવામાં મળ્યો હતો.
અહેવાલ :મેહુલસિંહ પરમાર (ધનસુરા અરવલ્લી)